Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

નીતિશ ભાજપને રામરામ કરી મહાજોડાણમાં પાછા ફરશે : આરજેડી

બિહાર, સમગ્ર દેશને અભૂતપૂર્વ દાખલો પૂરો પાડશે : વિપક્ષો એક બની લડશે : રઘુવંશ પ્રસાદ

પટણા, તા.૨ : મહારાષ્ટ્રમાં શિવસેના રાષ્ટ્રવાદીકોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન સરકાર બનાવીભાજપને સત્તાથી દૂર કરી દીધી. ત્યાર પછીહવે વિપક્ષને આશાની એક નવી કિરણદેખાય છે અને ફરી એક વખત વિપક્ષીએકજૂથતાના પક્ષમાં નિવેદનબાજી શરૂથઈ ગઈ છે. સમાચાર મુજબ રાષ્ટ્રીયજનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી રઘુવંશ પ્રસાદ સિંહે શનિવારે એકખૂબ જ મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા ફરી આશા વ્યક્ત કરી કે નીતિશ કુમાર એનડીએની વિરૂદ્ધ ગઠબંધનમાં પરતફરશે.

આરજેડી અધ્યક્ષ લાલુ યાદવના નજીકના ગણાતા બિહારના કદાવર નેતા રઘુવંશ કેન્દ્રની  મોદી સરકાર પરજોરદાર વરસ્યા. તેમણે ભાર આપીનેજણાવ્યું કે, કેન્દ્રની મોદી સરકાર હેઠળ દેશની સ્થિતિ ખરાબ થઈ રહી છે. તેનીસાથે જ તેમણે દેશની અર્થવ્યવસ્થામાં મંદી માટે નોટબંધીને જવાબદાર બતાવીઅને બિહારને એક ઉદાહરણ સ્થાપિત  કરવાની જરૂરત પર ભાર આપ્યો. સિંહેજણાવ્યું કે બિહાર મહારાષ્ટ્રનું અનુકરણ નહીં કરે. પણ સમગ્ર દેશ માટે એકઉદાહરણ રજૂ કરશે જેવું તેમણે હંમેશા કર્યું છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કેમને વિશ્વાસ છે કે બધી પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે એકસાથે આવશે અને મને પૂરો વિશ્વાસ છે  કે નીતિશ કુમાર પરત ફરશે. તમનેજણાવી દઈએ કે ર૦૧પમાં થયેલીબિહાર વિધાનસભા ચૂંટણીને નીતિશકુમારની આગેવાનીવાળી જનતા દળ (યુનાઈટેડ) અને લાલુ યાદવની આગેવાની વાળી રાષ્ટ્રીય જનતા દળની સાથે મળીને લડી હતી અને સરકારબનાવી હતી.

(11:40 am IST)