Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

શિરડી સાઈં બાબા ટ્રસ્ટનું સરાહનીય પગલુ : ડેમના પાણી માટે રૂ.500 કરોડ વાપરી નહેરોને જોડાશે : અસંખ્‍ય ગામોને લાભ મળતા હરિયાળી સજૉંશે

મુંબઈઃ મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં શિરડીમાં સાઈં બાબાની સમાધિનું મેનેજમેન્ટ કરતી સંસ્થા શ્રી સાઈંબાબા સંસ્થાન ટ્રસ્ટે એક ડેમમાંથી નહેરોનું નેટવર્ક બનાવવા માટે રૂ.500 કરોડ આપવાની તૈયારી દર્શાવી છે. પ્રવરા નદી પર બનેલા નિલવંડે ડેમ બનેલો છે અને તેનાથી નાસિકમાં સિન્નર અને અહેમદ નગર જિલ્લામાં સંગમનેર, અકોલા, રહાતા, રાહુરી અને કોપરગાંવ તાલુકાના 182 ગામોને ફાયદો થવાની આશા છે.

ટ્રસ્ટના એક વરિષ્ઠ અધિકારકીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ગોદાવરી-મરાઠવાડા સિંચાઈ વિકાસ નિગમ સાથે આ અંગે સહમતિ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. તેમણે જણાવ્યું કે, "ટ્રસ્ટ આ યોજના માટે રૂ.500 કરોડ આપશે, પરંતુ તેના માટે વ્યાજ લેવાશે નહીં."

જોકે, તેમણે તેની ચુકવણીની વિગતો આપવાનો ઈનકાર કરી દીધો છે. અધિકારીએ જણાવ્યું કે, મંદિર ટ્રસ્ટ સતત સામાજિક કામ માટે નાણા આપતું રહ્યું છે, પરંતુ નિલવંડે ડેમ માટે 'મોટી' રકમ આપવામાં આવી છે. આ એક અલગ પ્રકારનું કામ છે. રાજ્યના જળ સંસાધન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, નિલવંડે ડેમ પાણીનો સંગ્રહ કરી રહ્યો છે, પરંતુ ડાબી અને જમણી બાજુએ નહેરોના નિર્માણની જરૂર છે, જેથી તેનો ઉપયોગ સિંચાઈ અને પીવાના પાણી માટે થઈ શકે.

શિરડી સાઈંબાબા મંદિરમાં કરોડોનો ચઢાવો, 5 વર્ષમાં સૌથી વધુ

છેલ્લા 5 વર્ષથી શીરડી સાઈંબાબા મંદજિરમાં ગુરૂપૂર્ણિમાના દિવસે ચઢાવવામાં આવતા ચઢાવામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન માત્ર ગુરુપૂર્ણિમાના દિવસે આવેલા ચઢાવામી રકમ રૂ.26 કરોડને પાર થઈ ગઈ છે. મંદિર પ્રશાસને છેલ્લા 5 વર્ષનો હિસાબ જાહેર કર્યો છે.

તેના અનુસાર શિરડીના સાઈંબાબાને પોતાના ગુરૂ માનનારા લોકોની સંખ્યા કરોડોમાં છે અને આ કરોડો ભક્તો શિરડીના સાઈંબાબા મંદિરમાં દિલ ખોલીને ચઢાવો આપે છે. શિરડી સાઈં સંસ્થાને છેલ્લા 5 વર્ષમાં ગુરૂપૂર્ણિમાના દિવસે ભક્તોએ દાનપેટી અને ડોનેશન કાઉન્ટર પર જે દાન આપ્યું છે, તેની વિગતો જાહેર કરી છે.

વર્ષ    દાનમાં મળેલી રકમ (રૂપિયામાં)

2014    રૂ.4 કરોડ 47 લાખ (સોનું- રૂ.18,54,000)

2015    રૂ.3 કરોડ 8 લાખ (સોનું 311 ગ્રામ, ચાંદી 7 કિલો)

2016    રૂ.3 કરોડ 50 લાખ (સોનું 325 ગ્રામ, ચાંદી 4 કિલો 500 ગ્રામ)

2017    રૂ.5 કરોડ 50 લાખ (સોનું 2 કિલો 240 ગ્રામ, ચાંદી 8 કિલો 500 ગ્રામ)

2018    રૂ.6 કરોડ 66 લાખ (સોનું 438.650 ગ્રામ, ચાંદી 9,353 ગ્રામ)

સંસ્થામાં 5 હજારથી વધુ કર્મચારી

સાઈં સંસ્થાના સીઈઓ રૂબલ અગ્રવાલે જણાવ્યું કે, દાનમાં મળેલી રકમનો શિરડી સાઈં સંસ્થાન જનકલ્યાણ માટે ઉપયોગ કરે છે. સંસ્થામાં 5 હજાર કરતા વધુ કર્મચારી છે. જેમનો પગાર પણ દાનમાં મળેલી રકમમાંથી જ કરવામાં આવે છે. સંસ્થા બે હોસ્પિટલ પણ ચલાવે છે. જેમાંથી એકમાં સંપૂર્ણપણે મફતમાં ઈલાજ થાય છે તો, બીજામાં રાહત દરે ઈલાજ કરાય છે. સાઈં સંસ્થાની અત્યાર સુધીની કુલ જમા મૂડી રૂ.2,180 કરોડ છે.

(10:15 pm IST)