Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

કાશ્મીરી પંડિતોના સમર્થનમાં આવ્યા મહેબુબા મુફ્તી :POKમાં રહેલા શારદા પીઠ ખોલવા માંગ :વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

1500 વર્ષ જુનુ શારદાપીઠ પાકિસ્તાન કબ્જા હેઠળનાં કાશ્મીરમાં :મંદિર હાલ ખંડેર હાલતમાં

 

નવી દિલ્હી : પીપલ ડેમોક્રેટિક પાર્ટી (PDP)નાં અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) સ્થિત શારદા પીઠ  ખોલવા માંગ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે શીખોનાં ધાર્મિક સ્થળ કરતારપુર કોરિડોર માટે રસ્તો ખુલી ગયા બાદ કાશ્મીરી પંડિતોની માંગ ઉગ્ર થઇ ચુકી છે. કાશ્મીરી પંડિતોના સંગઠન રૂટ ઇન કાશ્મીરનાં પ્રવક્તા અમિત રૈનાએ કહ્યું કે, અમે લોકો લાંબા સમયથી દર્શન માટે શારદાપીઠ ખોલવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ. એવામાં કરતારપુર કોરિડોર ખુલવાનાં કારણે અમારી આશા વધી છે

 . રૈનાએ કહ્યું કે, અમે પોતાની માંગ સરકાર પાસે ફરીથી કરીશું અને તે મુદ્દે અમે શુક્રવારે ફરીથી મીટિંગ કરવા જઇ રહ્યા છીએ. અમે માંગ કરીશું કે શક્ય તેટલી ઝડપી શારદાપીઠ કાશ્મીરી પંડિતો માટે ખોલવામાં આવે. કારણ કે જે પ્રકારે હિંદુઓ માટે બનારસ મહત્વપુર્ણ તીર્થસ્થળ છે, તે પ્રકારે કાશ્મીરી પંડિતો માટે શારદાપીઠ મહત્વપુર્ણ તીર્થસ્થળ છે.

  આસ્થાનું કેન્દ્ર મંદિર સુધી પહોંચવા અને ફરી એકવાર અહીં પુજા કરવું કાશ્મીરી પંડિતોનું જીવનનું એક મહત્વપુર્ણ સપનું હોય છે. પોતાની કુળદેવી સુધી પહોંચવા માટે તેઓ વર્ષોથી લડાઇ લડી રહ્યા છે. 1947માં પાકિસ્તાને કાશ્મીરનાં તે હિસ્સા પર કબ્જો નહોતો, ત્યારે કાશ્મીરી પંડિતો કુળદેવી શારદાનાં દર્શન માટે જતા હતા. પરંતુ પાકિસ્તાને જેવો કાશ્મીરનાં તે હિસ્સા પર કબ્જો કર્યો તે મંદિરનો સંપર્ક હિંદુઓ સાથે તુટી ગયો. પરિસ્થિતી એવી છે કે હવે શારદાપીઠ માત્ર નામનું મંદિર રહ્યું છે. તે ખંડેર બની ચુક્યું છે

(10:39 pm IST)