Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

વિમાનનું ફ્યુઅલ ૧૧ ટકા સસ્તુ : ભાડા ઘટશે

વિમાની કંપનીઓને મોટી રાહત

નવીદિલ્હી, તા. ૧ : નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી દેશની એવિએશન સેવા ઉપલબ્ધ કરાવનાર કંપનીઓને આખરે સરકાર તરફથી મોટી રાહત મળી છે. તેલ કંપનીઓએ આજે શનિવારના દિવસે વિમાની ફ્યુઅલ અથવા તો એટીએફની કિંમતમાં આશરે ૧૧ ટકાનો ઘટાડો કર્યો હતો. ડિસેમ્બર મહિનામાં દિલ્હી અને મુંબઈમાં એક કિલોલીટર જેટ ફ્યુઅલની કિંમત ૬૮૦૫૦.૯૭ રૂપિયા અને ૬૭૯૭૯.૫૮ રૂપિયા થઇ ગઈ હતી જે છેલ્લા મહિને જ ક્રમશઃ ૭૬૩૮૦ અને ૭૬૦૧૩.૨ રૂપિયા હતી. જેટ ફ્યુઅલ સીધીરીતે બ્રેન્ટ ક્રુડ સાથે જોડાયેલો મામલો છે જેથી ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાંબા સમયથી તેને જીએસટીની હદમાં લાવવાની વાત કરી રહી છે. જુદા જુદા રાજ્યો પર આના ઉપર લાગતા કરવેરાના દરમાં રાહત મળે તે હેતુસર જીએસટીની હદમાં જેટ ફ્યુઅલને લાવવાની વાત થઇ રહી છે. તમામ લોકો જાણે છે કે, ભારતમાં સ્થાનિક ઉડ્ડયન માટે જેટ ફ્યુઅલની કિંમત દુનિયામાં સૌથી વધારે છે.

 

(12:00 am IST)