Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

ભાગેડુ વિજય માલ્યાની વૈભવી યોટનુ 277 કરોડમાં થયું લિલામ: 13 ભારતીય બેંકોએ માગી હિસ્સેદારી

યોટના 40 સભ્યોના ક્રુ પર 1.97 કરોડ રુપિયાનો પગાર ચુકવવાનો પણ બાકી હતો

નવી દિલ્હી :ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની પ્રાઈવેટ યોટની થયેલી હરાજી બાદ તેમાં 13 ભારતીય બેંકોએ હિસ્સેદારી માંગી છે.

  ઈન્ડિયન એમ્પ્રેસ નામની યોટ તાજેતરમાં 277 કરોડ રુપિયામાં માલ્ટીસ સોસાયટી સી બ્યુટી યાચિંગ લિમિટેડને વેચવામાં આવી છે. આ પહેલા માલ્યાએ આ જહાજ પર કરોડો રુપિયા ખર્ચયા હતા. તેની કુલ કિંમત 648 કરોડ રુપિયા હોવાનુ મનાતુ હતુ. જોકે મેરિટાઈમ બિલ નહી ચુકવતા માલ્યાએ યોટને 2017માં છોડી દીધી હતી.

  યોટના 40 સભ્યોના ક્રુ પર 1.97 કરોડ રુપિયાનો પગાર ચુકવવાનો પણ બાકી હતો.એ પછી યોટ પર ફરજ બજાવતા કર્મચારીઓના સંગઠને યોટને 2018માં જપ્ત કરી લીધી હતી.

(12:00 am IST)