Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017


રાહુલ ગાંધીને વિકાસ કોને કહેવાય એ ખબર નથી : શિવરાજસિંહ ચૌહાણ

કચ્છના મુન્દ્રા ખાતે આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જાહેરસભા સંબોધન કરવામાં આવ્યું હતું. મુન્દ્રા ખાતે આયોજિત જાહેરસભામાં મોટી સખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ માંડવી બેઠકના ઉમેદવાર વીરેન્દ્ર સિંહ જાડેજા વિજય અપાવવા માટે અપીલ કરી હતી.

શિવરાજ સિંહ ચોહાણ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં નર્મદા મામલે કોંગ્રેસની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા રાહુલ ગાંધી વિકાસ કોને કેવાય ખબર નથી તેવા લોકો ગુજરાત વિકાસ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. મધ્યપ્રદેશ અને ગુજરાત બંને ભાઈ ભાઈ છે. સરકાર સારોવર બંધ ઉચાઇ વધે ગુજરાતમાં નર્મદાનું પાણી મળે તેવા અમે પ્રયાસો કર્યા છે. કોંગ્રેસ જુઠા આરોપ લગાવી રહ્યા છે.

 

(11:56 pm IST)