Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ભાજપનુ બોર્ડ ઉતારવા બાબતે ઇન્‍દ્રનિલભાઇ રાજગુરૂનાં ભાઇ ઉપર હૂમલો : ઝપાઝપીમાં ઇજા થતા ૩ થી ૪ ટાંકા : વોકહાર્ડ હોસ્‍પીટલમાં ભયમુકત : ટોળા ઉમટી પડ્યા

રાજકોટ, સાંજે મોડી રાત્રે ૧૦.૩૦ વાગ્‍યે બ્રાહ્મ સમાજ રૈયા રોડ ઉપર આવેલ કનૈયા ચોકમાં વિજયભાઇ રૂપાણીનું બોર્ડ ઉતારવા બાબતે માથાકુટ સર્જાયાનું જાણવા મળે છે.

મળતી વિગતો મુજબ રાજકોટમાં વિજયભાઇ રૂપાણી સામે ચૂંટણી લડી રહેલ કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્‍દ્રનીલ રાજગુરૂના નાનાભાઇ દિવ્‍યનિલ (દિપુભાઇ) ઉપર હુમલો થયાનું અને સામાન્‍ય ઇજા સાથે વોકહાર્ટ હોસ્‍પિટલમાં ૩ થી ૪ ટાંકા આવેલ છે. અને ભયમુકત હોવાનું જાણવા મળેલ છે.

કનૈયા ચોકમાં ર થી ૩ હજાર કોંગીજનોનું ટોળુ ઉમટી પડયું છે.

હૂમલા કરનાર તરીકે ભાજપનાં મનાતા રાજુ ડાંગર સહિત કેટલાકનાં નામ બહાર આવેલ છે. ભાજપ વર્તુળોનાં જણાવ્‍યા મુજબ બ્રહ્મ સમાજનું વિજયભાઇ તરફેનું મીટીંગ માટેનું બોર્ડ કનૈયા ચોકમાં કોર્પોરેટરની મંજુરી લઇ લગાવવામાં આવેલ જે બોર્ડ દિવ્‍ય‌નીલ ઉતારતા હોવાથી તે સમયે ત્‍યાં કેટલાક યુવાનો ઉભા હતા તેમણે વાંધો લીધેલ જેથી બોલાચાલી ઝપાઝપીમાં દિવ્‍યનીલ સહિતનાં મૂઠમાર લાગ્‍યો હતો. મોડી રાત્રે આ બનાવનાં પગલે રૈયા રોડ કનૈયા ચોક વિસ્‍તારમાં તંગદિલી જોવા મળે છે. પોલીસનાં ધારેધારા ઉતરી પડ્યા છે. આ વિસ્‍તારમાં લગાડેલા મનાતા સીસી ટીવી ફૂટેજ ની વિગતો મેળવાઇ રહી છે. વધુ વિગતો મેળવાઇ છે.

 

(11:10 pm IST)