Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

રેલ્વે કૌભાંડમાં રાબડી દેવીની ૭ કલાક લાંબી પુછપરછ થઈ

ઈડી દ્વારા પટણા ઓફિસમાં લાંબી પુછપરછઃ રાબડી દેવીને કોઈને સાથે નહી રાખવાનો આદેશ કરાયો

પટણા, તા.૨, બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવના પત્ની રાબડી દેવીની આજે ઈડી દ્વારા આકરી પુછપરછ કરવામાં આવી હતી. આશરે સાત કલાક સુધી રાબડી દેવીની પુછપરછચાલી હતી. રેલવે ટેન્ડર કૌભાંડના સંદર્ભમાં આ પુછપરછ કરવામાં આવી હતી. ઈડીએ તેની પટણા ઓફિસમાં રાબડી દેવીની પુછપરછ કરી હતી. આજ રેલવે ટેન્ડર કૌભાંડ કેસના સંદર્ભમાં પીએમએલએ કેસમાં ઈડી દ્વારા જારી કરવામાં આવેલા છ સમન્સ વેળા રાબડી દેવી ઉપસ્થિત ન રહા હતા. આ કેસ ૨૦૦૫-૦૬માં બન્યો હતો. એ વખતે લાલુ યાદવ રેલવે પ્રધાન તરીકે હતા. સુત્રોએ દાવો કર્યો છે કે રાબડી દેવીએ પુછપરછ ને લઈને કેટલીક રજુઆત કરી હતી. પુછપરછના ભાગરૃપે રાબડી દેવી બપોરે ૧૨ વાગે ઈડીની પટણા ઝોન ઓફિસ પર પહુંચી ગયા હતા. તેમની સાથ તેમની મોટી પુત્રી પણ હતી. આ ઉપરાંત તેમના પતિ શૈલેષ કુમાર હતા. આરજેડીના ધારાસભ્ય ભોલા યાદવએ માહિતી આપતા કહ્યું હતું કે ઈડીની ઓફિસના પહેલા માળે પુછપરછ દરમ્યાન રાબડી દેવીની સાથે કોઈને બેચવાની મંજુરી આપવામાં આવી ન હતી.રાબડી દેવીએ અગાઉ પટણા ઝોનલ ઓફિસમાં પુછપરછ કરવા ઈડીને વિનંતી કરી હતી. કારણ કે આરોગ્યના મુદ્દાસર તેમની સ્થિતિ સારી ન હતી. ઈડીના અધિકારીએ દાવો કર્યો છે કે, રાબડી દેવીને પુછપરછ દરમ્યાન ૪૦ સવાલ કરવામાં આવ્યા હતા. રાબડી દેવીએ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ઈડીએ ૨૭મી જુલાઈના દિવસે સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલા કેસના સંદર્ભમાં તપાસ હાથ ધરી હતી.

દેશમાં ચર્ચા જગાવનાર આ સનસનાટી પૂર્ણ  કેસમાં લાલુ યાદવ, તેમના પુત્ર તેજસ્વી, તેમના પત્ની રાબડી દેવી પણ રહેલા છે. એફઆઈઆરમાં ગંભીર પ્રકારના આક્ષેપ લાલુ સામે કરવામાં આવ્યા હતા. તેજસ્વીની ૧૦મી ઓક્ટોબરના દિવસે દિલ્હીમાં આકરી પુછપરછ કરવામાં આવી હતી. પુછપરછના સિલસિલો જારી રહ્યો છે. અગાઉ પણ રાબડી દેવીની પુછપરછ કરવામાં આવી ચુકી છે. 

(10:19 pm IST)