Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ઝાંઝીબારમાં ભારતનો ૭૦મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાયોઃ કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઇન્‍ડિયા આયોજીત ઉજવણીમાં ભારત તથા ઝાંઝીબારમાં વચ્‍ચેના સૈકાઓ જુના સંબંધો યાદ કરાયાઃ ઝાંઝીબાર સરકારના પ્રતિનિધિએ ભારતીયોની દૂધમાં સાકરની જેમ ભળી જવાની સંસ્‍કૃતિને યાદ કરીઃ હકડેઠઠ ઉપસ્‍થિતિ સાથે કરાયેલી શાનભેર ઉજવણી

ઝાંઝીબાર: ભારત અને ઝાંઝીબાર સૈકાઓથી સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક રીતે મજબૂત હિતો અને સંબંધ ધરાવે છે. સ્થિનિક ભારતીયો, ખાસ કરીને ગુજરાતી સમજે ઇસ્ટ આફ્રિકામાં તેમનું તમામ ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું છે, એમ આજે ભારત સરકાર દ્વારા નિયુક્ત કોન્સલ જનરલ ઝાંઝીબાર ટી સી બારૂપાલ કહ્યું હતું. તેઓ ભારતની આઝાદીની 70મી વર્ષગાંઠ નિમિત્તે આજે અહીં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં  બોલી રહ્યા હતા. હકડેઠઠ ભારતીયોની હાજરી વચ્ચે ગુજરાતના ગોંડલથી આવેલી ચેતન જેઠવાની મંડળીએ રાસ ગરબાની રમઝટ બોલાવી ભારતીય સંસ્કૃતિની આગવી પ્રતિભા સ્થાપિત કરી,  સ્થાનિક નાગરિકોની વાહવાહ મેળવી હતી.

ઝાંઝીબાર સરકારના પ્રતિનિધિ અને એક્ટિંગ રિજનલ કોન્સલ સાઉથ રિઝન ઈંદ્રિસ મુસ્તફાએ 1964માં ઝાંઝીબાર રિવોલ્યુશનમાં ભારતીયોની સહભાગીતાને બિરદાવતા, ભારતીયોની દૂધમાં સાકરની જેમ ભળી જવાની સંસ્કૃતિને યાદ કરી હતી. તેમણે ભરતીય રાજનેતાઓની દુરદર્શીતાને પણ આગવી રીતે રજૂ કરી હતી. નિમિત્તે ઝાંઝીબારના ગુજરાતી,  મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભગવનજી મૈસૂરિયા ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રસંગે સંવાદદાતાને મહેમાન તરીકે ઊચ્ચયુક્તએ આવકાર્યા હતા. સંવાદદાતાએ ઉત્સવમાં કહ્યું હતું કે અમારા વડવાઓ અહીં 1905માં વેપાર કરવા આવ્યા હતા. ભારતની આઝાદી પહેલા અમારી પેઢી આદમજી અબ્દુલઅલી પટેલ કુટુંબે 1944 આસપાસ માઝુંગ (હાલનું ઝાંઝીબાર)ને અલવિદા કહ્યું હતું. પેઢીના રુટ્સ શોધવાના મારા પ્રવાસમાં હેતુથી ભારતીય ઉચ્ચાયુક્ત પ્રભાવિત થયા હતા. મને ઝાંઝીબારના સરકારી ગેઝેટ અને જૂની પેઢીઓ સાથે સંપર્ક સાધી આપવાની તેમણે ખાતરી આપી હતી.તેવું શ્રી ઇબ્રાહીમભાઇ પટેલની યાદી જણાવે છે.

 

 

(9:04 pm IST)