Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

પ્રધાનમંત્રી આવાસ યોજનાની હદ વધારી દેવા માટેની તૈયારી

વધુને વધુ લોકો લા લઇ શકે તેને મુખ્ય ઉદ્ધેશ્યઃ સરકાર કવરેજ એરિયાને વધારશે : સરકાર ટુંક સમયમાં જ માર્ગદર્શિકામાં જરૂરી ફેરફાર કરવા માટેની તૈયારીમાં

નવી દિલ્હી,તા. ૨: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર ખરીદી વ્યાજ પર સબસિડીનો લાભ હવે વધારે લોકો લઇ શકશે. કારણ કે સરકાર આ યોજનાના કવરેજ એરિયાને વધારી દેવા જઇ રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે સરકાર ટુંક સમયમાં જ તેની માર્ગદર્શિકામાં જરૂરી ફેરફાર કરનાાર છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે શહેરી ક્ષેત્રમાં ડેવલપમેન્ટ ઓથોરિટીની અંદર આવનાર ક્ષેત્ર, ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ અને સ્પેશિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ આવનાર સંપત્તિને ખરીદી કરનાર લોકો પણ પીએમ આવાસ યોજના હેઠળ વ્યાજ સબસિડીનો લાભ લઇ શકે છે. નવી માર્ગદર્શિકામાં દરિયાકાઠાના શહેરોમાં પોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ આવનાર સંપત્તિને પણ તેમાં સામેલ કરવામાં આવનાર છે. પીએમ આવાસ યોજના હેઠળ શહેરી ક્ષેત્રમાં પ્રથમ વખત ઘર ખરીદનાર લોકોને વ્યાજ પર સબસિડીનો લાભ આપવામાં આવે છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે સરકારને એવી માહિતી મળી હતી કે કેટલીક બેંક શહેરી ક્ષેત્રોના કેટલાક ખાસ વિસ્તારમાં ઘર ખરીદવા પર પીએમ આવાસ યોજના  હેઠળ વ્યાજ પર સબસિડી આપવાનો ઇન્કાર કરી દે છે. જાણકારી મુજબ બે પ્રાઇવેટ બેંક નોઇડા સહિત આશરે ૧૦૦ શહેરોમાં આ યોજના હેઠળ સંપત્તિ ખરીદવા પર લોન આપવાનો ઇન્કાર કરી રહી હતી.  સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે અમને કેટલીક એવી યોજના અંગે માહિતી મળી છે જેમાં ગેરરિતી થઇ છે. આ યોજનાનો લાભ વધુને વધુ લોકો મેળવી શકે તે હેતુસર પગલા લેવામાં આવી રહ્યા છે. આ જ કારણસર માર્ગદર્શિકામાં જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે આ સ્કીમમાં સરકારે જુલાઇ મહિનામાં પણ કેટલાક ફેરફાર કર્યા હતા. યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે.

 

(7:35 pm IST)