Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017


બરાક ઓબામાને આપણી દાળ બનાવતાં આવડે છે

નવી દિલ્હી, તા., ૨: હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ શિખર સંમેલનમાં અમેરીકાના ભુતપુર્વ પ્રમુખ બરાક ઓબામાએ તેનો દાળ બનાવતા કઇ રીતે શીખ્યા  એનો ગઇકાલે ફોડ પાડયો હતો. હોસ્ટ કરણ થાપર સાથેની વાતચીત દરમ્યાન તેમણે ભારતીય ખોરાક અને રાંધણકળા વિશે વાતો કરી હતી. હું હોસ્ટેલમાં રહેતો હતો ત્યારે મારા રૂમમેટસ ભારતીય અને પાકિસ્તાની હતા એમ જણાવતા ઓબામાએ કહયંુ હતું કે તેઓ તેમની મમ્મીઓ પાસેથી દાળ બનાવતા શીખ્યા હતા. હું ખુબ જ સારી દાળ બનાવી શકુ છુ અને હું અમેરીકનો કદાચ પહેલો જ પ્રેસીડેન્ટ હોઇશ જે દાળ બનાવી શકે છે. ઓબામાને રોટલી બનાવવા વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહયું હતું કે રોટલી બનાવવી ખુબ જ મુશ્કેલ કામ છે.

 

(4:19 pm IST)