Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

મુંબઇમાં એર ઇન્ડિયાની ફલાઇટ ૭ કલાક મોડી

૨૭૦ મુસાફરો ફસાયાઃ જમવાનું પણ નહિ મળવાનો આરોપઃ મુંબઇ એરપોર્ટ પર હોબાળો

મુંબઇ તા. ૨ : અહીંના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયાની એક ફલાઇટ ૭ કલાક લેટ થવાથી ૨૭૦ મુસાફરો આખી રાત ફસાયેલા રહ્યા. તેમણે પછીથી હોબાળો શરૂ કરી દીધો. તેમનો આરોપ હતો કે તેમને ન તો રોકાવા માટે જગ્યા મળી ન તો જમવા માટે પણ કંઇ મળ્યું. ત્યારબાદ તેમને શનિવારે સવારે ૮.૩૦ની ફલાઇટથી અમદાવાદ રવાના કરવામાં આવ્યા.

યાત્રીઓના જણાવ્યા પ્રમાણે, શનિવારે મોડી રાતે ૧.૩૦ વાગે તેમની ફલાઇટ હતી. પ્લેનના રવાના થવાના થોડીક જ વાર પહેલા એનાઉન્સ કરવામાં આવ્યું કે ફલાઇટ લેટ છે. ત્યારબાદ તેના લેટ થવાનો સિલસિલો વધતો જ ચાલ્યો અને તેઓ સવારે ૮.૩૦ વાગ્યા સુધી ભૂખ્યા જ એરપોર્ટ પર બેસી રહ્યા. આરોપ છે કે એર ઇન્ડિયા (AI)તરફથી તેમને કોઇ સાચી જાણકારી આપવામાં આવતી ન હતી. જે પછી નારાજ યાત્રીઓએ ગેટ નંબર ૪૭ પર પહોંચીને જબરદસ્ત હોબાળો શરૂ કરી દીધો.

એક મુસાફરે જણાવ્યા પ્રમાણે, એર ઇન્ડિયા સ્ટાફે તેમને જણાવ્યું કે જે ફલાઇટ અમદાવાદ જતી હતી, તેમાં ટ્રેઇન્ડ પાયલટ ન હોવાને કારણે પ્લેનને આગળ રવાના કરવામાં આવ્યું ન હતું. જોકે, એર ઇન્ડિયા તરફથી ફલાઇટ લેટ હોવાનું કોઇ સત્તાવાર કાણ જણાવવામાં આવ્યું નથી.

 

(5:01 pm IST)