Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ગુજરાતનું સટ્ટાબજાર ભાજપને ૧૦૪ - કોંગ્રેસને ૭૬ બેઠકો આપે છે

ભાજપ પર ભીંસ વધીઃ ગુજરાતમાં ફરી 'ભાજપ સરકાર' બનશેઃ પણ ૧૦૭ - ૧૦૯ બેઠકથી પ્રારંભિક ભાવ ખોલ્યા પછી સટ્ટાબજારે BJPની સીટો ઘટાડી

લોકલાગણી નહીં સમજતાં ભાજપના નેતાઓને 'લોકમિજાજનો કરન્ટ' આપવો છે તેવી વ્યાપક માનસિકતા વચ્ચે પણ મોટાભાગના લોકો એવું માને છે કે, સરકાર ભાજપની જ બનશે પણ ૨૦૧૨ (૧૧૭ સીટ) કરતાં સીટો ઘટશે. ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને ભાજપ ઉપર ભીંસ વધી રહી હોવાનું માનનારો એક વર્ગ છે. આવું જ કંઈક સટ્ટાબજાર પણ માનતી હોય તેમ ભાજપને મળનારી સંભવિત સીટની સંખ્યામાં સટ્ટાબજારે પણ ઘટાડો કર્યો છે.

એક મહિના પહેલાં ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સટ્ટાબજારે પ્રારંભિક ભાવ ખોલ્યા ત્યારે ભાજપને ૧૦૭થી ૧૦૯ અને કોંગ્રેસને ૬૮થી ૭૦ બેઠકો મળે તેવી ધારણા સાથે સટ્ટાબુકીંગ શરૂ થયું હતું. બન્ને તબક્કાના મતદાન માટે ઉમેદવારો નિશ્યિત થઈ ગયાં છે અને પ્રચારનો તબક્કો શરૂ થઈ ગયો છે ત્યારે સટ્ટાબજારે ભાજપની બેઠકો ઘટાડીને ૧૦૨થી ૧૦૪ કરી છે. તો, કોંગ્રેસને ૭૪-૭૬ બેઠકો મળશે તેવું અનુમાન કરી સટ્ટો બૂક કરવામાં આવી રહ્યો છે. જો કે, બન્ને પક્ષો અત્યારે તો 'સટ્ટાબજાર'ની ધારણા માનવા માટે તૈયાર નથી અને પ્રજા વચ્ચે જઈ તનતોડ મહેનત કરી રહ્યાં છે.

સટ્ટાબજારના સૂત્રોનું કહેવું છે કે, પ્રથમ તબક્કામાં ભાજપ સામે વિરોધ વધુ દેખાય છે તેવા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે મતદાન થવાનું છે. આ વિસ્તારોમાં પાટીદાર નેતા હાર્દિક પટેલની સભાઓમાં એકઠી થઈ રહેલી ભીડને ધ્યાને લેવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રથમ-બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવાઈ ત્યારે ભાજપ-કોંગ્રેસમાંથી સપાટી ઉપર આવેલા વિવાદ તેમજ જીત મેળવવા અપક્ષો, અન્ય ઉમેદવારોને હટાવવામાં રાજકીય પક્ષોએ મેળવેલી સફળતાને ધ્યાને લઈને સટ્ટાબજાર દ્વારા સીટોની વધ-ઘટ દર્શાવીને ભાવ જાહેર કરવામાં આવે છે.

સટ્ટાબજારના 'જાણકાર'સૂત્રો કહે છે કે, જિલ્લા કક્ષાએ સટ્ટો રમાય છે તેને આધાર બનાવીને ગુજરાત-ભારતમાં ચૂંટણી સટ્ટા માટે બેઠકોનું પૂર્વાનુમાન આપીને 'સેસનના સટ્ટા'ની વિગતો જાહેર થાય છે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધીમાં ભાજપની બેઠકોમાં થોડો ઘટાડો નોંધાયો છે. પણ, સટ્ટાબજાર લોકમિજાજને જોતાં એવું માને છે કે, ભાજપની કાર્યપદ્ઘતિ સામે આક્રોશ છે છતાં લોકો ભાજપની સરકાર બનશે જ તેવું માને છે. સંભવ છે કે, સટ્ટાબજારના મતે ભાજપ માટે ૧૦૦-૧૦૫ સીટનો અંતિમ અંદાજ બેસી શકે છે.

એક મહિનામાં સટ્ટાબજારે ભાજપની પાંચ સીટ ઘટાડી

સટ્ટાબજારે એક મહિનામાં ભાજપની પાંચ સીટો ઘટાડી છે તો કોંગ્રેસની છ સીટો વધારી છે. સટ્ટાબજારના સૂત્રોનું કહેવું છે કે, ચૂંટણી જાહેર થઈ તે પછી ઉમેદવારોની પસંદગી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા અને ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા દરમિયાન લોકમિજાજ અને પક્ષની આંતરિક સ્થિતિને ધ્યાને લઈને સીટોમાં વધારો-ઘટાડો કરવામાં આવે છે.

રૂપાણી, નીતિનભાઈ, શકિતસિંહ વિનમાં ને મોઢવાડિયા કટોકટ

સટ્ટાબજારમાં જિલ્લા કક્ષાએ તેમના વિસ્તારની બેઠકોના ઉમેદવારોના ભાવ કાઢીને સ્થાનિક કક્ષાનો સટ્ટો બૂક કરવામાં આવે છે. સ્ટેટ અને નેશનલ લેવલે રાજયના મોટા નેતાઓ જીતશે કે હારશે? તેના ઉપર સટ્ટો રમાય છે. આવા નેતાઓના આજની તારીખે ચાલી રહેલા ભાવ કંઈક આ મુજબ છે. આ ભાવ મુજબ, મોઢવાડીયા-બોખિરિયા વચ્ચે કસોકસની ટકકર છે. બાકીના નેતાઓને જીત માટે સટ્ટાબજાર ફેવરિટ ગણે છે.

નેતા લગાવો ખાવ

વિજય રૂપાણી (રાજકોટ)

૪૦

૫૦

નીતિન પટેલ (મહેસાણા)

૫૦

૬૦

શંકર ચૌધરી (વાવ)

૪૫

૫૫

શકિતસિંહ ગોહિલ (માંડવી)

૪૦

૫૦

અર્જુન મોઢવાડીયા (પોરબંદર)

૯૦

૯૦

નિમાબહેન આચાર્ય (ભૂજ)

૩૦

૪૦

તારીખ ભાજપ કોંગ્રેસ

૨૫-૧૦

૧૦૭-૧૦૯

૬૮-૭૦

૩૦-૧૦

૧૦૪-૧૦૬

૭૨-૭૪

૩-૧૧

૧૦૩-૧૦૫

૭૩-૭૫

૨૧-૧૧

૧૦૩-૧૦૬

૭૨-૭૪

૧-૧૨

૧૦૨-૧૦૪

૭૪-૭૬

(3:58 pm IST)