Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ઇવાંકાને ભારતમાં મળેલા ભવ્ય આવકારથી ટ્રમ્પ ખુશ : મોદીને ફોન કરી કહ્યું થેંકયું

હૈદ્રાબાદ સમીટથી ટ્રમ્પે વ્યકત કર્યો સંતોષ

વોશિગ્ટન, તા.ર : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ફોન પર વાતચીત કરીન ગયા મહીને હૈદરાબાદમાં યોજાયેલ ગ્લોબલ એન્ટ્રીપ્રીન્યોરશીપ સમીટના સફળ આયોજન પર સંતોષ વ્યકત કર્યો. આ દરમ્યાન ટ્રેમ્પની પુત્રી અને તેની વરિષ્ઠ સલાહકાર ઇવાંકા ટ્રેમ્પના નેતૃત્વમાં અમેરિકી પ્રતિનિધિ મંડળે ત્રણ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો.

આ કાર્યક્રમનો વિષય મહિલા બધા માટે પ્રથમ પ્રાથમિકતા હતો. મોદીએ જુનમાં થયેલી અમેરિકાની મુલાકાત દરમ્યાન જ વૈશ્વિક ઉદ્યમિતા સંમેલનમાં ઇવાન્કાને ભાગ લેવાનું નક્કી થઇ ગયું હતું. મોદીએ ર૮ નવેમ્બરના રોજ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને રક્ષામંત્રી નિર્મળા સીતારમણની સાથે સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ૧પ૦ દેશોના રોકાણકારો અને ઉદ્યમિઓ સહિત અંદાજે ૧પ૦૦ પ્રતિનિધિ મંડળે ભાગ લીધો હતો તેમાં અડધાથી વધુ માહિલાઓ હતી.

 

(3:54 pm IST)