Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

પહેલી નજરના પ્રેમમાં છૂપાયેલ હોય છે 'ફકત વાસના'

પ્રથમ નજરનો પ્રેમ તમને થયો હશે પરંતુ તે નથી હકીકત

નવી દિલ્હી, તા. ર : આપણે કેટલીયવાર પહેલી નજરનો પ્રેમ આ વાકય સાંભળ્યું હશે. કોઈને પણ પૂછો તો કહેશે કે જયારે અમે એકબીજાને પહેલીવાર જોયા ત્યારે જ અમને થઈ ગયું હતું કે આ એજ વ્યકિત છે જેની સાથે હું લાઇફ પસાર કરવા માગુ છું. પરંતુ અફસોસ સાથે તમને જણાવી દઈએ કે જેને તમે પ્રેમ નામ આપો છો તે તો હકીકતમાં વાસના જ છે. એક જાતીય આકર્ષણ છે.

પહેલી નજરમાં પ્રેમ નહીં શારીરિક  આકર્ષણ જ હોય છે

નેધરલેંડની યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટની ટીમે સંશોધન બાદ જાહેર કર્યું છે કે પહેલી નજરનો પ્રેમ જેવી કોઈ વસ્તુ હોતી નથી. જેને આપણે પ્રેમ કહીએ છીએ તે એક શારીરિક આકર્ષણ હોય છે. શોધકર્તાઓએ ૩૯૬ લોકોને અભ્યાસમાં સામેલ કર્યા હતા. જેમાંથી ૬૦ ટકા મહિલાઓ હતી. આ માટે ઓનલાઇન સર્વે દ્વારા સવાલ પૂછવામાં આવ્યા હતા.

જે બાદ તેમને કેટલાય અજાણ્ય ચહેરા દર્શાવવામાં આવ્યા અને તેમને તે ફોટોઝ જોઈને તેમની પ્રત્યે પ્રેમ, ઇન્ટિમસી, પેશન કમિટમેન્ટ અને સેકસ્યુઅલ એટ્રેકશન આધારે રેટિંગ આપવા જણાવાયું હતું. આ સર્વેમાં એવા વિધાન વાકયો હતા જેમ કે, શ્નમને લાગે છે કે અમે એકબીજા માટે બન્યા છીએ.લૃ અથવા શ્નઅમારી નજર મળી ત્યાં જ બધુ પૂર્ણ થઈ ગયું.લૃ

જે બાદ આ લોકો પર વધુ બે અભ્યાસ કરવામાં આવ્યા. જેમાં સ્પીડ ડેટિંગને સામેલ કરવામાં આવ્યું. આ ડેટિંગ માં બંને વ્યકિતઓ એકબીજા સાથે ૯૦-૨૦ મિનિટ જેટલો સમય પસાર કરે છે. જે બાદ તમને પાર્ટનર અંગે ફિલિંગ્સ પૂછવામાં આવી. જેમાં મોટાભાગના પુરુષોએ પહેલી નજરમાં પ્રેમ થયાનું કહ્યું.

અલબત્ત્। આવો પ્રેમ તેમને સામેના પાત્રના શારીરિક સ્વરુપ આધારે જ થયો હતો. સામેનું પાત્ર જેટલું વધુ આકર્ષક હતું તેટલા માર્ક તેને વધુ મળ્યા હતા. એટલે કે તેની સાથે વધુ લોકોને પહેલી નજરનો પ્રેમ થયો હતો. જે બાદ શોધકર્તાઓએ જાહેર કર્યું કે, શ્નઅમને લાગે છે કે પહેલી નજરનો પ્રેમ જેવું કંઈ હોતું નથી. હકીકતમાં આ એક આકર્ષણ હોય છે. પ્રેમ તો ધીમે ધીમે રિલેશનશીપ આગળ વધ્યા બાદ આવે છે.

 

(3:52 pm IST)