Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

અમેઠીની હાર કોંગ્રેસને ગુજરાતમાં ભારે પડશે?

ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપને મળી સંજીવની

નવી દિલ્હી તા. ૨ : યુપી સરકારે ૬ મહિના પુરા થયા બાદ આ ચૂંટણીમાં બીજેપીને ૧૬ નગર પાલિકાઓમાંથી ૧૪માં વિજય મળ્યા બાદ આ માનવામાં આવી રહ્યું છે કે યોગી સરકારે પોતાની પહેલી પરીક્ષા પાસ કરી લીધી છે. તો ગુજરાત ચૂંટણીથી ઠીક પહેલા બીજેપી માટે સારી ખબર અમેઠીથી આવી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગઢમાં બીજેપીએ જીત મેળવી છે. હવે બીજેપી તેને ગુજરાતની ચૂંટણીમાં પણ લાવશે.

નગર નિગમની ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત બાદ ખુદ નરેન્દ્રભાઇએ યોગી આદિત્યનાથને આ વિજય માટે શુભકામનાઓ આપી છે. નગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પીએમએ ટ્વીટ કરતા લખ્યું કે, વિકાસની આ દેશમાં એકવાર ફરીથી જીત થઈ છે. ઉત્ત્।ર પ્રદેશ નગર પાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે પ્રદેશની જનતાનો ખૂબ-ખૂબ ધન્યવાદ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી અને પાર્ટીના દરેક કાર્યકર્તાઓને ખૂબ શુભકામનાઓ. આ જીત અમને જન કલ્યાણની દિશામાં હજુ વધારે મેહનત કરવા માટે પ્રેરિત કરશે.

બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહે પણ ટ્વીટ કરીને યુપીના વોટરોનો આભાર વ્યકત કર્યો છે. તેમણે લખ્યું, 'આ જીત દરેક પ્રદેશવાસીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને બીજેપીની પ્રદેશ સરકારની લોક-કલ્યાણકારી નીતિઓ અને વિકાસશીલ શાસનમાં અટૂટ વિશ્વાસની જીત છે.' હું પ્રદેશની જનતાને બીજેપીમાં સતત વિશ્વાસ પ્રગટ કરીને વિજય અપવવા માટે આભાર વ્યકત કરું છું.

યુપીની ચૂંટણીના પરિણામો બાદ માત્ર બીજેપીમાં યોગીનું કદ નથી વધ્યું પરંતુ ગુજરાત ચૂંટણી પહેલા પાર્ટીને એક સંજીવની મળી ગઈ છે. ગુજરાત ચૂંટણીના મતદાનમાં હજુ એક અઠવાડિયું બાકી છે, એવામાં કહી શકાય કે નગર નિગમની વિજય બાદ બીજેપી હવે સીએમ યોગીના વિજયને ઉઠાવી શકે છે. આ ઉપરાંત યુપીના આ પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીની હાર પણ બીજેપી માટે સંજીવનીનું કામ કરશે.

લખનઉ ઉપરાંત વારાણસીમાં પણ બીજેપીની જીતે સીએમ યોગીને એક મોટી સફળતા અપાવી છે. વિસ્તારની સૌથી વીઆઈપી સીટ મનાતી વારાણસીમાં જીતથી પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ વધ્યું છે. સાથે જ આ વિજય સીએમ યોગીના તે ચૂંટણી અભિયાનનો પણ છે, જેના અંતર્ગત સીએમએ ૨૨ નવેમ્બરે વારાણસીમાં એક મોટી જનસભા કરીને લોકોને વોટ આપવા માટે કહ્યું હતું.

નગર નિગમની ચૂંટણીના પરિણામો બાદ અમેઠીમાં કોંગ્રેસની હારની સીધી અસર ગુજરાતના પરિણામો પર પડી શકે છે. રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા પહેલા આ વિજયને બીજેપી માટે ગુજરાતની સંજીવનીના રૂપમાં કહી શકાય છે. સાથે જ અમેઠીના પરિણામ અહીંયાના નિવાસી તે સેંકડો પરિવારોના વોટિંગ પર પણ અસર નાખશે જે પાછલા ઘણા વર્ષોથી ગુજરાતમાં રહી રહ્યા છે. રાજનીતિક વિશષજ્ઞ એમ માને છે કે ૨૦૧૪માં કાંટાની ટક્કર બાદ નગર નિગમના પરિણામોથી અમેઠીમાં બીજેપીનું પલડું વધારે ભારે થયું છે.(૨૧.૮)

 

(10:18 am IST)