Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ડેટિંગ વેબસાઇટ પર મહિલાની હાજરીને સેક્સ માટેની સંમતિ ન ગણી શકાય : અલ્હાબાદ હાઇકોર્ટે બળાત્કારના આરોપીના આગોતરા જામીન નકાર્યા

અલ્હાબાદ : ડેટિંગ વેબસાઇટ પર મહિલાની હાજરીને સેક્સ માટેની સંમતિ ન ગણી શકાય તેવી ટકોર સાથે અલ્હાબાદ હાઇકોર્ટે બળાત્કારના આરોપીના આગોતરા જામીન નકાર્યા હતા.

આરોપીએ આગોતરા જામીનની માંગણી કરતી વખતે દલીલ કરતા જણાવ્યું હતું કે ડેટિંગ વેબસાઇટ પર મહિલાની હાજરી હતી .જેના અનુસંધાને સિંગલ જજ જસ્ટિસ વિવેક અગ્રવાલએ ઉપરોક્ત ટકોર કરી હતી. આરોપીએ લગ્નનું ખોટું વચન આપી પીડિતા સાથે કથિત રીતે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે ડેટિંગ સાઇટ્સ એ માત્ર, બે પુખ્ત વયના લોકો ડેટિંગ સાઇટ પર મળે તે માટે છે. અને મળ્યાના ત્રીજા દિવસે, શબ્દોની આપ-લે, દ્વારા બંને પક્ષ લગ્ન કરવા તૈયાર છે કે કેમ તે નક્કી થાય છે. અને લગ્નના નામે, શારીરિક સંબંધ માટે સંમતિ આપી હોય તેવું માની શકાય નહીં .

આરોપી સામેનો કેસ એવો હતો કે તેણે લગ્નના ખોટા બહાને પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.તેવું બી.એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(8:12 pm IST)