Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

એસિડ એટેક પીડિતોને વધુ 2 લાખ રૂપિયા ચૂકવવાનો બોમ્બે હાઈકોર્ટનો મહારાષ્ટ્ર સરકારને આદેશ : જરૂરી સારવાર ખર્ચને પહોંચી વળવા માટે 3.5 લાખ રૂપિયાની રકમ અપૂરતી હોવાની અરજદારોની રજુઆત માન્ય

મુંબઈ : એસિડ એટેકના 3 પીડિતોને વધુ 2 લાખ રૂપિયા ચૂકવવાનો બોમ્બે હાઈકોર્ટએ મહારાષ્ટ્ર સરકારને વચગાળાનો આદેશ કર્યો છે. અરજદારોએ દાવો કર્યો હતો કે વળતર માટે નક્કી કરાયેલી રકમ રૂપિયા 3.5 લાખજરૂરી સારવાર ખર્ચને પહોંચી વળવા માટે અપૂરતી હતી.

મહારાષ્ટ્ર વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમના ભાગ રૂપે એસિડ હુમલાના ત્રણ પીડિતોને રૂપિયા 2 લાખનું વધારાનું વચગાળાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

પીડિતોની સર્જિકલ સારવાર ચાલી રહી હતી, જેના માટે જે ખર્ચો થયો હતો તે શરૂઆતમાં મંજૂર કરવામાં આવેલી રૂપિયા 3 લાખની રકમ કરતાં વધુ હતો. તેઓએ સર્જીકલ સારવાર પછી ફોલો-અપ સારવાર પણ કરાવવી પડી હતી અને સર્જીકલ ખર્ચ ઉપરાંત નાણાકીય બોજ પણ ઉઠાવવો પડશે.તેની નોંધ  કોર્ટે લીધી હતી.

જસ્ટિસ પીબી વરાલે અને માધવ જામદારની બેન્ચે આશા વ્યક્ત કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર તરફથી આ માટે સકારાત્મક પ્રતિસાદ મળશે.
આ મામલો હવે 4 ડિસેમ્બર, 2021ના રોજ સુનાવણી માટે મુકવામાં આવ્યો છે. તેવો આદેશ આપ્યો છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:38 pm IST)