Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કેપ્ટન અમરિન્દરસિંહે નવી પાર્ટીની જાહેરાત કરી :પંજાબ લોક કોંગ્રેસ 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે.

અમરિંદર સિંહે કહ્યુ, “મારી મરજી વિરૂદ્ધ અને તમામ સાંસદોની સલાહને જોતા નવજોત સિંહ સિદ્ધૂને અધ્યક્ષ બનાવવામાં આવ્યા

નવી દિલ્હી : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ઔપચારિક રીતે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. અમરિંદર સિંહે પોતાનુ રાજીનામુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યુ છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની સાથે જ કેપ્ટન અમરિંદરે નવી પાર્ટીની જાહેરાત કરી છે. કેપ્ટનની નવી પાર્ટીનું નામ પંજાબ લોક કોંગ્રેસ હશે. અમરિંદર સિંહ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે તે પોતાની પાર્ટી બનાવીને 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે.

કેપ્ટન અમરિંદર સિંહે સોનિયા ગાંધીને મોકલેલા પોતાના રાજીનામામાં પોતાની મરજી વિરૂદ્ધ નવજોત સિંહ સિદ્ધૂને અધ્યક્ષ બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

અમરિંદર સિંહે કહ્યુ, “મારી મરજી વિરૂદ્ધ અને તમામ સાંસદોની સલાહને જોતા નવજોત સિંહ સિદ્ધૂને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. સિદ્ધૂએ પાકિસ્તાનના આર્મી ચીફ બાજવા અને પીએમ ઇમરાન ખાનને ગળે લગાવ્યા હતા.”

 

અત્રે ઉલ્લેખનીય છ કે નવજોત સિંહ સિદ્ધૂએ 2017 વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી જોઇન કરી હતી. પંજાબમાં સરકાર બન્યા બાદથી જ અમરિંદર સિંહ અને સિદ્ધૂના સબંધમાં ટકરાવ ઉભો થઇ ગયો હતો. સિદ્ધૂએ તાજેતરમાં પંજાબ સરકાર પર પ્રહાર કર્યા હતા અને સપ્ટેમ્બરમાં અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી હતી.

અમરિંદર સિંહ જોકે, સિદ્ધૂને નિશાન બનાવવાની કોઇ તક હાથમાંથી જવા દેતા નથી. અમરિંદર સિંહ દાવો કરી ચુક્યા છે કે તે નવજોત સિંહ સિદ્ધૂને વિધાનસભા ચૂંટણીમાં હરાવવા માટે પુરી તાકાત લગાવી દેશે. અમરિંદર સિંહે અલગ પાર્ટી બનાવીને ભાજપ સાથે સીટ શેરિંગની વાત પણ કરી છે

(7:17 pm IST)