Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ચીન સામે ટકરાવ વચ્ચે આધુનિક ટેકનીકથી લેસ હશે સેના :7965 કરોડના સંરક્ષણ પ્રોજેક્ટને મંજૂરી

પ્રોજેક્ટમાં લાઇટ યૂટિલિટી હેલિકૉપ્ટર, શોર્ટ રેંજ હુન માઉન્ટ, લિંક્સ ફાયર કંટ્રોલ સિસ્ટમ અને ડોર્નિયર એરક્રાફ્ટનું મિડ લાઇફ અપગ્રેડ સામેલ

નવી દિલ્હી :  પૂર્વી લદ્દાખમાં ચીન સામે ટકરાવ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે સેનાને આધુનિક ટેકનીકથી લેસ કરવા માટે 7,965 કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલય તરફથી જે પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી છે તેમાં 12 લાઇટ યૂટિલિટી હેલિકૉપ્ટર, શોર્ટ રેંજ હુન માઉન્ટ, લિંક્સ ફાયર કંટ્રોલ સિસ્ટમ અને ડોર્નિયર એરક્રાફ્ટનું મિડ લાઇફ અપગ્રેડ સામેલ છે.

સંરક્ષણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે આ તમામનું નિર્માણ અને અપગ્રેડેશન પુરી રીતે ભારતમાં જ કરવામાં આવશે. મંત્રાલયે મેક ઇન ઇન્ડિયા હેઠળ આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જે 12 લાઇ યૂટિલિટી હેલિકૉપ્ટરને મંજૂરી આપવામાં આવી છે તેને હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL) પાસેથી ખરીદવામાં આવશે.

જ્યારે નૌસેનાની ક્ષમતાને વધારવા માટે ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ (બીઇએલ) સાથે લિંક્સ ફાયર કંટ્રોલ સિસ્ટમ અને દરિયામાં નજર રાખવા માટે એચએએલ ડોર્નિયર એરક્રાફ્ટનું મિડ લાઇફ અપગ્રેડ કામ કરશે. મહત્વપૂર્ણ છે કે પૂર્વી લદ્દાખમાં ગત કેટલાક મહિનાથી ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઇને ટકરાવ છે. ચીનને જવાબ આપવા માટે ભારતીય સેના પુરી રીતે તૈયાર છે.

(7:17 pm IST)