Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પેટાચૂંટણીઓમાં કોંગ્રેસનો દબદબો: ભાજપના જે.પી.નડ્ડાના ઘરઆંગણે હિમાચલમાં ચારે ચાર બેઠકો કોંગ્રેસે જીતી લીધી: ૨૯ માંથી કોંગ્રેસને ૮, ભાજપને ૭, તૃણમૂલને ૪ બેઠકો મળી: ભાજપના એનડીએ મોરચાને ૧૨ અને કોંગ્રેસના યુપીએ મોરચાને ૧૦ બેઠક મળી

પેટાચૂંટણીઓમાં ૨૯ બેઠકોમાંથી ભાજપને ૭ અને કોંગ્રેસને ૮ બેઠકો મળી છે.
શાસક એનડીએ મોરચાને કુલ ૧૨ અને કોંગ્રેસના યુપીએ મોરચાને ૧૦ બેઠકો મળી છે, જ્યારે અન્ય પક્ષોને સાત બેઠકો મળી છે.
મળતી વિગતો મુજબ કોંગ્રેસને કર્ણાટકમાં એક, રાજસ્થાનમાં બે, હિમાચલ પ્રદેશમાં ચાર અને મધ્ય પ્રદેશમાં એક સહિત કુલ ૮ બેઠક મળી છે.
જ્યારે ભાજપને આસામમાં ૩ મધ્યપ્રદેશમાં ૩ અને કર્ણાટકમાં ૧ મળીને કુલ ૭ બેઠકો મળી છે.
મમતાના તૃણમૂલ કોંગ્રેસને પશ્ચિમ બંગાળની ચારે ચાર બેઠકો મળી છે.
આસામમાં બે બેઠકો યુપીપીએલ પક્ષને ફાળે ગઇ છે તો મેઘાલયમાં બે બેઠકો એનપીપી પક્ષ લઈ ગઈ છે.
આ ઉપરાંત મિઝોરમ, મેઘાલય, બિહાર અને તેલંગણાની છ બેઠકો અન્ય પ્રાદેશિક પક્ષોને ફાળે ગઈ છે.

(7:00 pm IST)