Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

૧૩ વર્ષના કિશોરે ૬ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું

યુક્રેનમાં હચમચાવી દેનાર કિસ્સો સામે આવ્યો : બાળકીને સફરજનની લાલચ આપીને સાથે લઇ ગયો અને પછી બળાત્કાર બાદ પથ્થર વડે હત્યા કરી દીધી

કીવ,તા.૧: યૂક્રેનમાં હચમચાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક છ વર્ષની બાળકીને બળાત્કાર બાદ નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી છે. ઘટનાને અંજામ આપનાર કોઇ નહી પરંતુ પડોશમાં રહેનાર ૧૩ વર્ષનો કિશોર છે. આરોપીએ બાળકીને સફરજનની લાલચ આપીને સાથે લઇ ગયો અને પછી બળાત્કાર બાદ પથ્થર વડે મારી મારીને તેની હત્યા કરી દીધી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ખૌફનાક ક્રાઇમ કર્યા બાદ પન આરોપી પોતાની ઉંમરના જેલ જતાં બચી જશે.  રિપોર્ટ અનુસાર ઉત્તરપૂર્વી યૂક્રેનના સ્ટાર સાલ્ટોવ ગામમાં રહેનાર મિરોસ્લાવા ત્રેતાક નીલાશ તેના ઘરની પાસેથી સફરજનના બગીચામાંથી મળી હતી. તેના શરીર પર એકપણ કપડું ન હતું અને આખી બોડી લોહીથી લથબથ હતી. માસૂમના માથા પર પત્થર વડે એટલા વાર કરવામાં આવ્યા હતા કે હાડકાં તૂટી ગયા હતા. બાળકી છેલ્લે તેના ૧૩ વર્ષીય પડોશી સાથે જોવા મળી હતી. તેના આધારે જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો ખૌફનાક સત્ય સામે આવ્યું. જ્યારે બાળકી મોડે સુધી ઘરે પરત ન ફરી, તો માતા તાતિયા ત્રેવાકએ પોલીસ ફરિયાદ કરી. ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ થયું અને પીડિતાના ઘરે નજીક જ પોલીસને તેની લાશ મળી. બોડીની સ્થિતિ જોઇને અધિકારી પણ આધાતમાં આવી ગયા. આસપાસના લોકોને ખબર પડી છે કે બાળકી પોતાના કિશોર પડોશી સાથે સફરજનના બાગમાં ગઇ હતી.

તે પોતાની માતા માટે સફરજન લાવવા માંગતી હતી, કારણ કે તેમને ફ્રૂટ્સ પસંદ છે. ત્યારબાદ પોલીસે આરોપીને તેના ઘરેથી ધરપકડ કરી લીધી. પોલીસે જણાવ્યું છે કે આરોપીએ પહેલાં બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી પછી નિર્દયતાથી તેને મોતાને ઘાટ ઉતારી દીધો. તે ત્યાં સુધી બાળકીના માથા પર પત્થર વડે વાર કરતો રહ્યો, જ્યાં સુધી તેને દમ તોડી દીધો. ત્યારબાદ તે ત્યાંથી પોતાના ઘરે ગયો અને કપડાં બદલ્યા. પોલીસ તપાસમાં આ વાત સામે આવી છે આરોપીનો વ્યવહાર શરૂથી જ સારો રહ્યો ન હતો. તો બીજા બાળકોને મારતો હતો. એકવાર તેને બિલાડીના બચ્ચાંને જમીન પર પટકી પટકીને મારી નાખતો હતો. પીડિત પરિવાર ઇચ્છે છે કે આરોપીને સખતથી સખત સજા આપવામાં આવે, પરંતુ એવું સંભવ નથી. કારણ કે યૂક્રેનના કાયદા અનુસાર ૧૪ વર્ષથી ઉંમરના બાળકોને જેલ ન મોકલવામાં આવતા નથી. આ કેસની સુનાવણી પુરી થઇ ગઇ છે અને આગામી કેટલાક દિવસોમાં સજા સંભળાવી શકાય છે. આરોપીને બાલ સુધાર ગૃહમાં મોકલી શકાય છે. બીજી તરફ આરોપીને પરિવારનું કહેવું છે કે જો પૂર્વના ગુના માટે વહિવટીતંત્રએ તેમના બાળકોને સજા આપવામાં આવતી તો આજે કદાચ જ બન્યું હોત.

(4:00 pm IST)