Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પ્રારંભિક નિર્દેશ મુજબ પેટાચૂંટણીઓમાં બિહાર સિવાય જે રાજ્યોમાં જે પક્ષની સત્તા હોય તે આગળ છે : બિહારમાં લાલુપ્રસાદનો ઘોડો વીનમાં

લોકસભાની ત્રણ પેટા ચૂંટણીઓ યોજાઈ ગઈ, તેની મતગણતરી શરૂ થઈ છે ત્યારે કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં, ભાજપ મધ્યપ્રદેશમાં અને શિવસેના દાદરા નગર હવેલીની લોકસભાની બેઠકો પર આગળ નીકળી ગયેલ છે.

પેટા ચૂંટણીની પ્રાથમિક મળતી વિગતો મુજબ વિધાનસભાની બેઠકો ઉપર જે તે રાજ્યમાં જે પક્ષ સત્તા ઉપર છે તેમની લીડ હોવાનું જાણવા મળે છે. માત્ર બિહારમાં લાલુ પ્રસાદનો આરજેડી પક્ષ ૨ બેઠક ઉપર આગળ છે.

આ ઉપરાંત ભાજપ અને તેના સાથી પક્ષો આસામની તમામ પાંચ બેઠક ઉપર આગળ છે.

જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો તૃણમૂલ કોંગ્રેસ ચાર બેઠકો પર આગળ છે.

કર્ણાટકમાં ભાજપ બે બેઠક ઉપર, રાજસ્થાનમાં કોંગ્રેસ ૨ બેઠક ઉપર, મધ્ય-દેશમાં ભાજપ ચાર બેઠક ઉપર જ્યારે  હિમાચલ પ્રદેશમાં ભાજપ બે અને કોંગ્રેસ બે બેઠક ઉપર આગળ છે.

અપવાદરૂપે બિહારમાં લાલુ પ્રસાદનો આરજેડી પક્ષ  ૨ બેઠકો પર આગળ છે. (ન્યુઝ ફર્સ્ટ)

(1:06 pm IST)