Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મોદી સરકારે પેન્ડોરા પેપર્સ ઉપર તપાસનો ધમધમાટ શરૂ કર્યો : બ્લેક મની એકટ હેઠળ આવકવેરા ખાતાએ સ્ટર્લીંગ બાયોટેક વિરૂદ્ધ કેસ દાખલ કર્યોઃ વિદેશમાં ૯૫ કંપનીઓ ઊભી કરી ભારતમાંથી નાણું વિદેશ ઢસડી જવાના કારનામાં બહાર આવ્યા : ઢગલાબંધ વિદેશી બેન્ક એકાઉન્ટ મળી આવ્યા

નવીદિલ્હી : પેન્ડોરા પેપર્સે વિશ્વભરમાં ધમાલ મચાવી છે ત્યારે ભારતમાં મોદી સરકારે આવકવેરા ખાતા દ્વારા પેન્ડોરા પેપર્સ ઉપર તપાસ શરૂ કરી દીધી છે. પ્રથમ પગલારૂપે આવકવેરા ખાતાએ ગુજરાત-વડોદરા ખાતે આવેલ સ્ટર્લીંગ બાયોટેક વિરૂદ્ધ કેસ દાખલ કરી દીધો છે. અમેરિકા, યુકે, યુએઈ, પનામા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, સિકીલીસ, બાર્બાડોસ, અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ સહિતના દેશોમાં આવકવેરા ખાતાને સ્ટર્લીંગ બાયોટેક અને સાંડેસરા બ્રધર્સના ૫૦થી વધુ જાહેર નહીં કરેલા વિદેશી બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે. ભારતમાંથી વિદેશભણી નાણુ ઢસડી જવા માટે ગુજરાતના સાંડેસરા બ્રધર્સ દ્વારા વિદેશોમાં ૯૫ ઓફશોર કંપનીઓ ઊભી કરી દીધાનું પણ આવકવેરાની જાણમાં આવ્યું છે. ન્યૂઝફર્સ્ટ

(11:32 am IST)