Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

' માટીમાંથી ફટાકડા ' : 400 વર્ષ જૂની પદ્ધતિ વડોદરામાં ફરી જીવંત થઈ :

  કોઠી તરીકે ઓળખાતા વિવિધ પ્રકારના માટીના ફટાકડા હાથમાં રાખીને પણ ફોડી શકાય તેટલી હદે સુરક્ષિત : કાગળ અને વાંસમાંથી બનાવાતી ચક્રી બાળકો માટે પણ બિલકુલ સલામત : પ્રમુખ પરિવાર ફાઉન્ડેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' સૂત્રને સાર્થક કરી બતાવ્યું : ચાઇનીસ ફટાકડા સામે સંપૂર્ણ સ્વદેશી અને સલામત હોવા ઉપરાંત કારીગરોને રોજી આપવામાં નિમિત્ત

વડોદરા : માટીમાંથી ફટાકડા બનાવવાની 400 વર્ષ જૂની પદ્ધતિ વડોદરામાં ફરી જીવંત થઈ છે. કોઠી તરીકે ઓળખાતા વિવિધ પ્રકારના માટીના ફટાકડા હાથમાં રાખીને પણ ફોડી શકાય તેટલી હદે સુરક્ષિત છે. કાગળ અને વાંસમાંથી બનાવાતી ચક્રી બાળકો માટે પણ બિલકુલ સલામત હોવાથી તેઓ હોંશે હોંશે તેનો ઉપયોગ કરી રાજીના રેડ થઇ જાય છે. પ્રમુખ પરિવાર ફાઉન્ડેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' સૂત્રને સાર્થક કરી બતાવ્યું : ચાઇનીસ ફટાકડા સામે સંપૂર્ણ સ્વદેશી અને સલામત ઉપરાંત કારીગરોને રોજી આપવામાં નિમિત્ત બન્યું છે.

વડોદરા જિલ્લાના ફતેહપુરાના કુંભારવાડામાં કેટલાક કારીગરો રહે છે જેઓ માટીનો ઉપયોગ કરીને ફટાકડા બનાવવામાં નિપુણતા ધરાવે છે, જે વિવિધ પ્રકારના ફટાકડા કોઠી તરીકે ઓળખાય છે. પરંતુ તે પછી, ચાઈનીઝ ફટાકડા ભારતીય બજારોમાં છલકાઈ ગયા જેના કારણે લગભગ બે દાયકા સુધી આ ફટાકડાનું ઉત્પાદન બંધ થઈ ગયું. જે પુનજીવિત કરવામાં પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન નામક એન.જી.ઓ. નિમિત્ત બન્યું છે.

પ્રમુખ પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નીતલ ગાંધીએ જણાવ્યું હતું કે, "આ ફટાકડા 100 ટકા સ્વદેશી છે. કોઠીઓ માટીમાંથી બનાવવામાં આવે છે. એક કુંભાર માટીનો ઉપયોગ કરીને બનાવે છે. ચક્રી કાગળ અને વાંસમાંથી બને છે. અમારો ઉદ્દેશ્ય વધુને વધુ સ્થાનિક કલાકારોને રોજગાર પ્રદાન કરવાનો છે. આ ઇકો-ફ્રેન્ડલી છે. ઉપયોગ કર્યા પછી તે ઓગળી જાય છે. ઉપરાંત, તે બાળકો માટે સલામત છે. કોઈપણ વ્યક્તિ આ ફટાકડાનો ઉપયોગ કરી શકે છે. અમારી થીમ 'વૉકલ ફોર લોકલ' છે."

રમણ પ્રજાપતિ નામના કારીગરે તેને ફરી એકવાર કોઠીઓ બનાવવા પ્રેરણા આપવા માટે પ્રમુખ પરિવાર એનજીઓને શ્રેય આપ્યો અને કહ્યું કે માટીમાંથી બનતા આ ફટાકડા  એટલી હદે સુરક્ષિત છે કે કોઈ તેને હાથમાં રાખીને પણ ફોડી શકે.

તેમણે ઉમેર્યું કે આ ફટાકડા બનાવવાની રીત 400 વર્ષ જૂની  છે. મોટી ઉંમરના લોકો કોઠીઓ  બનાવતા હતા. બે દાયકા પહેલા મેં બંધ કરી દીધું હતું. કારણ કે તે નફાકારક નહોતું. પણ પછી નીતલ ભાઈ આવ્યા અને મેં તેમને થોડી કોઠીઓના નમૂના બતાવ્યા. અને તેમના પ્રોત્સાહન પછી મેં  આ ફટાકડા બનાવવાની ગોઠવણ કરી. માટીના 2 ટ્રેક્ટરો મંગાવ્યા.અને ફટાકડા બનાવ્યા. આ દિવાળી દરમિયાન મને કમાણી થઈ. અમે 1-5 લાખ કોઠીઓ બનાવી શકીએ છીએ તેમ જણાવ્યું હતું. તેવું ANI દ્વારા જાણવા મળે છે.

(11:14 am IST)