Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મુંબઈમાં વિશ્વનું પ્રથમ રૂફ ટોપ, ઓપન એર, Jio ડ્રાઇવ-ઇન થિયેટર ખોલવાની કરી જાહેરાત

મુંબઇ,તા. ૨ : રિલાયન્સ ગ્રાહકો માટે મૂવીઝ અને અન્ય મનોરંજનજોવા માટે અત્યાધુનિક થિયેટર સુવિધાઓ સાથે અત્યાધુનિક શોપિંગ અનુભવ ધરાવતી જીઓ વર્લ્ડ ડ્રાઇવ લોન્ચ કરી છે. જિયો ડ્રાઇવ ઇન થિયેટરમાં ૫ નવેમ્બરથી મુંબઈમાં શરૂ થશે.

ટેકનોલોજી, સ્ટાઈલ અને અદ્યતન નવીનતા સાથે Ji_ W_rld Drive (JWD), પ્રીમિયમ શોપિંગ મોલ રિલાયન્સ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું. જેથી મુંબઈમાં કસ્ટમરોને વિશ્વ કક્ષાનો રિટેલ અનુભવ પ્રદાન કરી શકાય. ભારતમાં શ્રેષ્ઠ વૈશ્વિક અનુભવો લાવવા અને તેનું પ્રદર્શન કરવાના વિઝન સાથે JWD અનેક નવીન વિભાવનાઓ પ્રદાન કરે છે. જેમકે મનોરંજન, F&B, રીટેન, સંસ્કૃતિ જેમાંથી દ્યણા પ્રયોગો ભારતમાં પ્રથમ વખત કરવામાં આવી રહ્યા છે.

JWDદ્ગક રચના પાછળની ફિલસૂફી અને દ્રષ્ટિ સમજાવતા રિલાયન્સ રિટેલના ડાયરેકટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “Jio વર્લ્ડ ડ્રાઇવનો જન્મ એક આંતરદૃષ્ટિથી થયો છે કે આધુનિક સમયના ગ્રાહક ખરીદીને સંવેદનાત્મક રીતે સમૃદ્ઘ બનાવે. આ અનુભવ - આનંદ, એકસપ્લોરેશન અને શોધથી ભરપૂર છે. થ્ષ્ઝ્ર સાથે, અમે વિશ્વભરના શ્રેષ્ઠ રિટેલ અને મનોરંજનના અનુભવો મુંબઈમાં લાવી રહ્યા છે તે માત્ર એક બ્રાન્ડ કે સ્થળ નથી, પરંતુ એક સંપૂર્ણ નવી દુનિયાનો અનુભવ છે જે કસ્ટમરોને આકર્ષિત અને જોડીને રાખશએ જેવુ પહેલા કયારેય નહીં થયુ હોય. Jio ડ્રાઇવ- થિયેટરના ઓપનીંગથી મુંબઈવાસીઓ માટે એક પુનઃવ્યાખ્યાયિત અનુભવ થશે.

JWD એ દ્યર છે જે ભારતનું પ્રથમ ઓપન-એર રૂફટોપ થિયેટર છે, જે ૫ નવેમ્બરે ખુલ્લું મુકાશે. PVR દ્વારા સંચાલિત, Jio ડ્રાઇવ-ઇનની ક્ષમતા ૨૯૦ કાર અને શહેરની સૌથી મોટી સિનેમા સ્ક્રીનનુ ગૌરવ ધરાવે છે, જે દર્શકોને અપ્રતિમ સિનેમેટિક અનુભવ પ્રદાન કરવા માટે સજ્જ છે. આ મનોરંજનનો કોન્સેપ્ટ એકદમ નવો છે. ખાસ કરીને વર્તમાન સમયમાં અને આ એક નવી રીત લાવશે

JWDએ મુંબઈના સૌથી એકસલ્યુસીવ ખાનગી સભ્યોની કલબ છે - ધ બેઝ કલબ. જે અદ્યતન રમતગમત અને એથ્લેટિક સુવિધાઓથી સજ્જ છે. શહેરમાં શ્રેષ્ઠ રમતો અને મનોરંજન કોર્પોરેટ અને લાઈફસ્ટાઈલ સુવિધાઓ આપે છે

JWD એ શહેરના ખાદ્યપદાર્થો અને રાંધણ લેન્ડસ્કેપને પણ રિઇમેજ કરી રહ્યું છે. ભારતના કેટલાક સૌથી પ્રખ્યાત લોકો સાથે ભાગીદારીમાં F&B કોનસેપ્ટ પર કામ કરાશે

૨અમારા તમામ F&B કોન્સેપ્ટ્સ શુદ્ઘ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આધુનિક જમાનામાં દરેકને કંઈક તે યુનીક અને આરોગ્યપ્રદ પ્રદાન કરે છે. ટેકનોલોજી સાથે રાખી વ્યકિતગત સેવા, એ F&B ફોર્મેટ ટ્રેન્ડસેટર્સ હશે.

(12:08 pm IST)