Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

દિવાળીમાં ગ્રીટિંગ્સ કાર્ડની જગ્યા હવે મોબાઇલે લીધી

ગ્રીટિંગ્સની રાહ જોવાનો આનંદ ખોવાયો

મુંબઇ,તા. ૨: તહેવારોનો રાજા એટલે દિવાળી. તે સમયની શુભેચ્છા ગ્રીટિંગ્સની વાત કરીએ તો કેસર ધોળીને તેમાં કલમ ડુબાડી અને દ્યરના વડવાઓ શુભેચ્છા કાર્ડ જાતે લખતા અને તેમાં હૈયાના સ્પંદનો ને વાચા આપતા અને સામાન્ય સામેવાળી વ્યકિતને તે કાગળ મળતા તેના પરિવાર અને સંબંધીઓમાં ખુશીનો માહોલ ફરી વળતો હતો.

દિવાળી તેલના દીવડાઓ નું સ્થાન ઈલેકટ્રીક રોશનીએ લીધું રંગોળી પણ પ્રોફ્ેશનલ લોકો કરવા લાગ્યા ધીમે ધીમે તેમાં યાંત્રિકતા વધવા લાગી ત્યારબાદ ફ્રી નવી પ્રણાલિકાઓ સ્થાન લીધું કપડા મીઠાઈ ઓનલાઇન આવવા લાગ્યા શુભેચ્છા ગ્રીટિંગ્સ કાર્ડ એ પણ વિદાય લીધી તેનું સ્થાન મોબાઇલ ના મેસેજ જોઈ લીધું માનવ વ્યવહારમાં પણ બદલાવ આવ્યો છે આવા અનેક પરિવર્તનો આવવા છતાં પણ દિવાળી એ પોતાનું સ્થાન જનમાનસમાં અકબંધ જાળવી રાખ્યું. મહાકવિ કાલિદાસે કહ્યું હતું. ઉત્સવ પ્રિયા સ્વ ભૂ મનુષ્ય ઉત્સવ મનુષ્યને પ્રિય છે.

રોજિંદા જીવનની ઘટમાળ આમાંથી મુકત થવા માટે તહેવાર એક સરસ માધ્યમ ગણાય ઉત્સાહ-ઉમંગ ઉલ્લાસથી માનવ હરખ ઘેલો થાય છે અને મન હળવું થાય છે અને નવી શકિતનો સંચાર સાથે ફરી પાછો કામે લાગી જાય છે કોઈને પણ નડયા વગર ઉજવાતો તહેવાર જનમાનસમાં તેનું અનેરું સ્થાન ધરાવે છે સમય પ્રમાણે સ્વરૂપ ભલે બદલાય માનવનો ઉત્સાહ અને ઉમંગ તો તેના તે જ છે.

(10:45 am IST)