Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

એક જ પરિવારની ૪ મહિલાઓ સહિત ૬ના મોત : ૩ ગંભીર

ગુરુગ્રામ-અલવર હાઇવે ઉપર ટ્રોલીએ ઓટોને ઉડાળતા : મૃતક ૪માંથી બે મહિલાઓ ગર્ભવતી હતી

નવી દિલ્હી,તા. ૨ : ગુરૂગ્રામ -અલવર નેશનલ હાઇવે ઉપર માલબ ગામ પાસે જોરદાર સ્પીડથી આવી રહેલ એક ટ્રોલીએ ઓટો રીક્ષાને ટક્કર મારતા ઘટનામાં ૪ મહિલાઓ અને બે બાળકોના મોત થયેલ. જ્યારે ૩ લોકો ગંભીરરૂપે ઘાયલ થયેલ. ટ્રોલી ચાલક ફરાર થયેલ.

આ અકસ્માતમાં અલવર જીલ્લાના કુલાવડ ગામના જમશીદા, મુમતાઝ, શિફાનું ઘટના સ્થળે મોત થયેલ. જ્યારે જન્નતી, તબસ્સુમ, અન્નસ, રાશીદ, અહસાન, શિફરાન ગંભીર રૂપે ઘાયલ થયેલ મૃત્યુ પામના ચારમાંથી બે મહિલા ગર્ભવતી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે.

(10:43 am IST)