Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અખિલેશ યાદવ ઉ.પ્રદેશની વિધાનસભા ચૂંટણી નહીં લડે

યુપીમાં ચૂંટણી પહેલાં સપાના નેતાનો મોટો નિર્ણય : યુપી ચૂંટણી ૨૦૨૨ માટે તેમની અને રાષ્ટ્રીય લોકદળ વચ્ચે ગઠબંધન નક્કી, માત્ર બેઠકો વિશે વાત કરવાની બાકી

નવી દિલ્હી , તા. : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના યૂપી વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ આગામી એટલે કે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી લડશે નહીં. તમને જણાવી દઈએ કે યૂપીમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી થનાર છે, જેની તૈયારીઓમાં તમામ પાર્ટીઓ લાગી ગઈ છે.

જોકે, સમાજવાદી પાર્ટીના મીડિયા કંસલ્ટેંટ આશીષ યાદવે ટ્વીટ કરીને જણાવ્યું છે કે અખિલેશ વિધાનસભા ચૂંટણી લડશે કે નહીં તેનો અંતિમ નિર્ણય પાર્ટી લેશે.

અખિલેશ યાદવે પણ જણાવ્યું કે યુપી ચૂંટણી ૨૦૨૨ માટે તેમની અને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) વચ્ચે ગઠબંધન નક્કી કરવામાં આવ્યું છે. માત્ર બેઠકો વિશે વાત કરવાની બાકી છે. અખિલેશે કહ્યું, ' આરએલડી  સાથે અમારું ગઠબંધન નિશ્ચિત થઈ ગયું છે. બધી સીટ શેરિંગ થવી જોઈએ. અખિલેશનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આરએલડીના જયંત ચૌધરીએ રવિવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જેના કારણે યુપીમાં ગઠબંધનના સમીકરણ બદલવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.

અત્રે નોધનીય છે કે, અખિલેશ યાદવ હાલમાં આઝમગઢ સીટથી સાંસદ છે. સાથે તેઓ યુપીમાં સમાજવાદી પાર્ટીના સીએમ તરીકેનો ચહેરો પણ છે.

શું ચાચા શિવપાલ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા વિધાનસભા ચૂંટણીમાં એસપી સાથે જોડાઈ શકે છે? સવાલ પર અખિલેશે કહ્યું, 'મને આનાથી કોઈ વાંધો નથી. તેને અને તેમના સાથીઓને યોગ્ય સન્માન આપવામાં આવશે.

અખિલેશ યાદવ રવિવારે આપેલા પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. જેમાં તેમણે મોહમ્મદ અલી ઝીણાને ગાંધી-નેહરુ અને પટેલની જેમ સ્વતંત્રતા સેનાની ગણાવ્યા હતા. અંગે ભાજપે તેમને ઘેર્યા હતા. સીએમ યોગી આદિત્યનાથે પટેલની જિન્ના સાથે સરખામણીને શરમજનક ગણાવી હતી અને અખિલેશને માફી માંગવા કહ્યું હતું.

(12:00 am IST)