Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પાકિસ્તાનના મિત્ર તૂર્કીને આંચકો, ગ્રે લિસ્ટમાં યથાવત

ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ માટે જી-૨૦નું સમર્થન : FATFએ તુર્કીને મની લોન્ડરિંગ,ત્રાસવાદને ફાઇનાન્સિંગ સામે લડવામાં ખામીઓ માટે ગ્રે લિસ્ટમાં સામેલ કર્યું

રોમ, તા. : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત જી-૨૦ નેતાઓએ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ માટે તેમના સંપૂર્ણ સમર્થનની પુનઃ પુષ્ટિ કરી છે. તેઓએ માન્યું છે કે મની લોન્ડ્રિંગ, આંતકવાદી ફંડિગ અને પ્રસાર સામે લડવા માટે કરવામાં આવેલા ઉપાયોના અસરકારક અમલીકરણ માટે નાણાકીય બજારોમાં વિશ્વાસ જગાડવા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાની અખંડિતતાનું રક્ષણ કરવા માટે જરૂરી છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના તમામ પ્રયાસો છતાં પણ તે એફએટીએફની ગ્રે લિસ્ટમાંથી બહાર આવી શક્યું નથી. મામલામાં ફરી એકવાર તેને વૈશ્વિક સંસ્થા તરફથી ઝાટકો લાગ્યો છે. એફએટીએફ (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) પાકિસ્તાનને તેની ગ્રે લિસ્ટમાં રાખ્યું છે. એટલું નહીં વખતે તેના મિત્ર તુર્કીને પણ આંચકો લાગ્યો છે.

એફએટીએફએ તુર્કીને મની લોન્ડરિંગ અને આતંકવાદને ફાઇનાન્સિંગ સામે લડવામાં તેની ખામીઓ માટે 'ગ્રે લિસ્ટ'માં સામેલ કર્યું છે. તુર્કી ઉપરાંત જોર્ડન અને માલીને પણ ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે બોત્સ્વાના અને મોરેશિયસને યાદીમાંથી બહાર કરવામાં આવ્યા છે.

એફએટીએફનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાન અને તુર્કી પહેલાથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ટર્કિશ ચલણમાં ઘટાડો નોંધાયો છે અને ફુગાવો ૨૦ ટકાની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે, પાકિસ્તાનમાં ગરીબી કૂદકેને ભૂસકે વધી રહી છે. પાકિસ્તાન એટલો લાચાર બની ગયો છે કે હવે કોઈ તેને ઝડપી લોન આપવા તૈયાર નથી.

અત્રે નોંધનીય છે કે, તુર્કીએ ભૂતકાળમાં એફએટીએફ બેઠકોમાં પાકિસ્તાનનું જોરદાર સમર્થન કર્યું છે, જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે વૈશ્વિક વોચડોગ્સ દ્વારા પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવામાં આવે.

(12:00 am IST)