Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અમેરિકામાં 40 વર્ષથી કાર્યાન્વિત જૈના સંસ્થાના પૃમુખ તરીકે શ્રી હરેશ શાહ ચૂંટાયા

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં વસતા ભારતીયોમાં જૈનોની સંખ્યા રાષ્ટ્રવ્યાપી 1,50,000 અંદાજે છે.જેમાં જૈનોની બધી શાખાઓ દા.ત.શ્વેતાંબર ,દિગમ્બર ,આદિમાં આસ્થા ધરાવતા સહુનો સમાવેશ થાય છે.તેઓ સામાન્યતઃ: જૈન તીર્થંકરોએ આપેલા ઉપદેશોના માર્ગે તેમના જીવનની ગતિ રાખે છે.અહિંસા ,સત્ય ,અને અન્ય વિચારધારાઓની પુષ્ટિ કરે છે.

આ જૈનો દ્વારા 1981 માં પ.પૂ.જૈનાચાર્યશ્રી સુશીલ મુનિજી અને ગુરુદેવ ચિત્રભાનુજીની પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા અમેરિકાવ્યાપી ' jaina ' સંસ્થાની સ્થાપના કરી.

આ જેના સંસ્થા દર બે વર્ષે અમેરિકાના જુદા જુદા રાજ્યોમાં દ્વિવાર્ષિક અધિવેશનો યોજે છે.જેમાં જૈન ધર્મના પ્રખર આચાર્યો ,સાધ્વીઓ ,સાક્ષરો ,અભ્યાસુઓ ,તેમજ જૈન ધર્મમાં આસ્થા ધરાવતા સહુ લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે.આયોજકો સમયને અનુસરી તેમના પરિસંવાદો અને વર્કશોપમાં જૈન ધર્મના પ્રચાર ,પ્રસાર ,તથા દેશકાળને અનુરૂપ કાર્યક્રમો યોજે છે.સંસ્થાના વિકાસ સાથે હવે તેમાં યુથ ચેપટર પણ કાર્યાન્વિત બનેલ છે.

હાલ અમેરિકામાં 72 જેટલા જૈન સેન્ટર છે. જે  ' jaina 'ની છત્રછાયામાં છે.આમ jaina is umbrella organisation preserving , practising ,pramoting and popularising jain philosofy and life style amongst young and old followers .

તાજેતરમા આ  jaina સંસ્થાના પ્રમુખ તરીકે માંડવી ( કચ્છ ) પાસે ભુજપુરમાં જન્મેલા શ્રી હરેશ શાહ 2 વર્ષની મુદત માટે ચૂંટાયેલા છે.હાલ wilmington delware ખાતે શ્રી હરેશભાઇ શાહ રહે છે. ચૂંટાયા અગાઉ તેઓશ્રી first vice presidant હતા.

 

આ jaina ભારત બહાર જૈનોની સૌથી મોટી અધિકૃત સંસ્થા ગણાવી શકાય .વિવિધ શાખાઓ ,ભાષાઓથી પર jaina એ છેલ્લા 40 વર્ષમાં વિશાળ પ્રગતિ કરેલ છે. valey forge પેન્સિલવેનિયા ખાતેના દ્વિવાર્ષિક ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ પધાર્યા હતા.
શ્રી હરેશભાઇ શાહ ,શ્રી કાંતિલાલ ગણપત દેઘીયાના માંડવી કચ્છમાં જન્મેલા સુપુત્ર છે. 56 વર્ષીય ગતિશીલ ,નિષ્ઠાવાન ,અને કર્મયોગી શ્રી શાહ 2005 થી જેનામાં એક્ટિવ છે.તેમને ચેરમેન મેમ્બરશિપ કમિટી , રિજિયોનલ વાઇસ પ્રેસિડન્ટ ,સેક્રેટરી ,અને first v p જેવા હોદ્દાઓમાં યશસ્વી સેવા આપી છે.

જૈન ધર્મના આર્ષદ્રષ્ટા પ્રમુખ તરીકે જૈનોમાં એકતા ,અને યુવા પેઢીને જૈન ધર્મમાં અભિરુચિ કરાવવાની ઉત્કંઠા ધરાવે છે.કોરોના કાળને કારણે જેના દ્વિવાર્ષિક કન્વેન્સન zoom પર હતું. જેના તેઓશ્રી કન્વીનર હતા.અને આશરે વિશ્વવ્યાપી 15000 જૈનોએ તેમાં ભાગ લીધો હતો.

તેઓ પ્રમુખ તરીકે jaina ને સેવાલક્ષી સંસ્થા બનાવવા ઈચ્છા છે.અને શિક્ષણનો પ્રચાર તથા પ્રસાર તેમના લોકોમાં વિસ્તરે તે માટે આયોજન કરશે.ભારતથી આશરે 800 નવા જૈન સ્ટુડન્ટ્સ વધુ અભ્યાસ માટે આવનાર છે.તેમનો સંપર્ક સાધી વિશેષ સુવિધાઓ પ્રદાન કરવાની ભાવના ધરાવે છે.

jaina ની નવી કમિટી નીચે મુજબ છે.
પ્રમુખ : શ્રી હરેશ શાહ
first v p : શ્રી બિન્દેશ શાહ
સેક્રેટરી : શ્રી અતુલ શાહ
ટ્રેઝરર : શ્રી કેતુ શાહ
વાઇસ પ્રેસિડન્ટ : ડો.ગિરીશ શાહ ,શ્રી શરદ દોશી , શ્રી અનિલ શાહ ,શ્રી રામ ગડા ,શ્રી જતીન શાહ ,સુશ્રી શોભા વોરા ,ડો.મહેન્દ્ર જૈન
ભૂતપૂર્વ પ્રમુખ : શ્રી મહેશ વાધેર
jaina - federation of jain associations in north america
તેવું શ્રી ચંદ્રકાન્ત ત્રિવેદીના અહેવાલ દ્વારા શ્રી ચિંતન સુદર્શનભાઈની યાદી જણાવે છે.

 

(9:35 am IST)