Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સહુને હેપ્પી દિવાલી તથા હેપ્પી ન્યુ ઈયર : અમેરિકાથી શિવ શક્તિ સેન્ટર ન્યૂજર્સીના પૂજારી શાસ્ત્રી શ્રી દિનેશ જાની તથા સુશ્રી જીગ્ના જાનીએ દિવાળી તહેવારો માટેના શુભ મુર્હુત મોકલ્યા છે : લક્ષ્મી પૂજન , દિવાળી ,શારદા પૂજન ,અન્નકૂટ મહોત્સવ સહિતના મુર્હુતો નોંધી લેવા કોમ્યુનિટી મેમ્બર્સને ભલામણ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : સહુને હેપ્પી દિવાલી તથા હેપ્પી ન્યુ ઈયર ની શુભ કામના સાથે અમેરિકાથી શિવ શક્તિ સેન્ટર ન્યૂજર્સીના પૂજારી શાસ્ત્રી શ્રી દિનેશ જાની તથા સુશ્રી જીગ્ના જાનીએ દિવાળી તહેવારો માટેના શુભ મુર્હુત મોકલ્યા છે. તથા લક્ષ્મી પૂજન , દિવાળી ,શારદા પૂજન ,અન્નકૂટ મહોત્સવ સહિતના મુર્હુતો નોંધી લેવા કોમ્યુનિટી મેમ્બર્સને ભલામણ કરી છે.

ધનતેરસ : 2 નવેમ્બર 2021 મંગળવારે
જે દરમિયાન લક્ષ્મી પૂજનનો શ્રેષ્ઠ સમય સવારે 10 - 20 કલાકથી બપોરે 12 - 57 મિનિટ સુધી . ત્યારબાદ બપોરે 2 - 10 કલાકથી 3 - 30 મિનિટ સુધી.સાંજે 6 - 30 થી રાત્રે 8 - 15 મિનિટ સુધી ,તથા રાત્રે 11 - 40 થી 1 - 22 મિનિટ સુઘીનો રહેશે.

કાળી ચૌદસ : 3 નવેમ્બર 2021 બુધવારના રોજ

દિવાળી : 4 નવેમ્બર 2021 ગુરુવારે
શારદા પૂજનનો સમય સવારે 6 - 30 થી 7 - 49 મિનિટ સુધી ,સવારે 11 - 40 થી બપોરે 2 - 14 મિનિટ સુધી ,બપોરે 3 - 31 થી સાંજે 6 - 31 મિનિટ સુધી ,તથા રાત્રે 11 - 41 થી 1 - 24  મિનિટ સુધી.

નવું વર્ષ : 5 નવેમ્બર 2021 શુક્રવારના રોજ
અન્નકૂટ દર્શન : સવારે 7 - 00 વાગ્યાથી રાત્રીના 8 - 00 વાગ્યા સુધી

વિશેષ માહિતી શિવ શક્તિ સેન્ટર 92 , પિએર એવ ,ગાર્ફીલ્ડ ,ન્યુજર્સી .
કોન્ટેક નં . ( 973 ) 246 -4132 - ) - ( 201 ) 923 -7072
વેબસાઈટ : www.shivashakticenternj.com
ઈમેલ : dineshjani@optonline.net દ્વારા મળી શકશે.

(9:36 am IST)