Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કાબુલ વિશ્વવિદ્યાલય પર આતંકવાદી હુમલો: 20 લોકોના મોત : 40થી વધુ ઘાયલ

સુરક્ષાદળોની આતંકવાદીઓ સાથે અથડામણ ;. આખા કેમ્પસ સુરક્ષાદળોએ ઘેરી લીધું

અફઘાનિસ્તાન ની કાબુલ વિશ્વવિદ્યાલયમાં સોમવારના થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધી 40થી વધારે લોકો ઘાયલ  થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષાદળોની આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી છે. આખા કેમ્પસ  સુરક્ષાદળોએ ઘેરી લીધું છે

(7:55 pm IST)