Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

શેરોમાં લેવાલીથી સેન્સેક્સમાં ૧૪૪ પોઈન્ટનો ઊછાળો રહ્યો

વૈશ્વિક સ્તરે સકારાત્મક વલણ-સ્થાનિક સ્તરે મિશ્ર ટ્રેડિંગ : બજારના ટ્રેડિંગ સત્ર દરમિયાન ૬૩૩ પોઈન્ટની વધઘટ, રિલાયન્સનો શેર ૮ ટકા ભારે ઘટાડો : રોકાણકાર નિરાશ

મુંબઈ, તા. : વૈશ્વિક સ્તરે સકારાત્મક વલણ અને સ્થાનિક સ્તરે મિશ્ર ટ્રેડિંગ વચ્ચે નાણાકીય કંપનીઓના શેરોમાં મજબૂત લેવાલીથી બીએસઈ સેન્સેક્સ સોમવારે ૧૪૪ પોઇન્ટની તેજી સાથે બંધ રહ્યો હતો. અસ્થિર કારોબારમાં ત્રીસ શેર પર આધારિત બીએસઈ સેન્સેક્સ ૧૪૩.૫૧ પોઇન્ટ અથવા .૩૬ ટકાના વધારા સાથે ૩૯,૭૫૭.૫૮ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તેમાં ૬૩૩.૧૧ પોઇન્ટમાં વધઘટ થઈ હતી. રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૨૬.૭૫ પોઇન્ટ એટલે કે .૨૩ ટકા વધીને ૧૧,૬૬૯.૧૫ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે.

સેન્સેક્સ શેરોમાં ઇન્ડસઇન્ડ બેક્ન સૌથી વધુ ઊંચકાયો હતો. તે લગભગ ટકા વધ્યો. સિવાય આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી, ભારતી એરટેલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બજાજ ફાઇનાન્સ અને એચડીએફસી બેંક પણ સારા રહ્યા હતા. બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું હતું. તેમાં ટકાનો ઘટાડો નોંધાયો છે. ઘટતા અન્ય શેરોમાં એચસીએલ ટેક, ટીસીએસ, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ઓટો, મારુતિ અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ હતો.

નિષ્ણાતોના મતે, બજારને બેંકોની અપેક્ષા કરતા વધુ સારા-બીજા ક્વાર્ટરના પરિણામો અને વાહનના વેચાણમાં વધારા દ્વારા ટેકો મળ્યો હતો. વૈશ્વિક સ્તરે શાંઘાઇ, હોંગકોંગ, સિયોલ અને ટોક્યો બજારોમાં તેજી જોવા મળી હતી. યુરોપમાં મુખ્ય બજારોમાં પણ પ્રારંભિક કારોબારમાં તેજી જોવા મળી હતી.

દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ .૦૬ ટકા ઘટીને ૩૭.૧૬ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો ૩૨ પૈસા તૂટીને૭૪.૪૨ ની સપાટીએ બંધ રહ્યો છે.

(7:43 pm IST)