Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ચીને સિચુઆન-તિબેટ રેલવે લાઈન નિર્માણની તૈયારી કરી

અવરચંડા ચીનની સરહદ પર નાપાક હરકતો જારી : અરૂણાચલ સરહદ ઉપર ચીનનો ડોળો, અરબોનો ખર્ચ

નવી દિલ્હી, તા. : ચીન વ્યૂહાત્મક અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ સિચુઆન-તિબેટ રેલવે લાઇનનું નિર્માણ શરૂ કરવા જઇ રહ્યું છે. રેલવે લાઇન દક્ષિણ પશ્ચિમના સિચુઆન પ્રાંતના યાનથી શરૂ થશે અને તિબેટમાં લિંઝી સુધી જશે. રેલવે લાઇનના નિર્માણથી ચીનની પહોંચ અરૂણાચલ પ્રદેશની લગભગ બોર્ડર સુધી પહોંચી જશે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે પ્રોજેક્ટ સાથે સંકળાયેલ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કર્યાની જાહેરાત કરી છે. પ્રોજેક્ટ માટે ખરબો રૂપિયાનો ખર્ચ કરશે.

ચીન રેલવેએ શનિવારે રૂ પર બનાવા જઇ રહેલ બે ટનલ અને એક પુલના ટેન્ડરના પરિણામની જાહેરાત કરી. સિવાય યાન-લિંઝી લાઇનને વીજળી પહોંચાડવાનું ટેન્ડરિંગ પણ ફાઇનલ થઇ ગયું છે. ચીનનું પગલું સંકેત છે કે બેઇજિંગ ટૂંક સમયમાં પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઇ રહ્યું છે. આપને જણાવી દઇએ કે સિચુઆન-તિબેટ રેલવે લાઇન સિચુઆનની રાજધાની ચેંગડૂથી શરૂ થશે. રેલવે લાઇનના નિર્માણ બાદ લહાસા સુધીની ૪૮ કલાકની મુસાફરી ફક્ત ૧૩ કલાકમાં શક્ય બની જશે. સિચુઆન-તિબેટ રેલવે તિબેટમાં ચીનનો બીજો પ્રોજેક્ટ છે. અગાઉ ચીન કિંગાઇ-તિબેટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. રેલવે લાઇન કિંઘા-તિબેટ પ્લેટ્યુ પરથી પસાર થશે. આપને જણાવી દઇએ કે સિચુઆન-તિબેટ રેલવે લાઇન તિબેટના જે લિંઝીમાં સમાપ્ત થશે તે જગ્યા અરુણાચલ પ્રદેશની સરહદથી ખૂબ નજીક છે. ઉલ્લેખનીય છે કે ચીન અરુણાચલ પ્રદેશને પણ પોતાનો હિસ્સો માને છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ માને છે. ભારતે ચીનના દાવાનો સખત વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આખું અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. ગ્લોબલ ટાઇમ્સના મતે સિચુઆન-તિબેટ રેલવે લાઇનની લંબાઈ ૧૦૧૧ કિલોમીટરની હશે. રૂ પર ટ્રેનો ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકથી ૨૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે. ચીન પ્રોજેક્ટ પર કુલ ૪૭. અબજ ડોલર ખર્ચ કરશે.

(7:43 pm IST)