Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

બાબા કા ઢાબામાં નવો વળાંક:યુટ્યૂબરે કહ્યું - બાબાના ખાતામાં મોટી રકમ જમા થતાં બેંકે ખાતું ફ્રીઝ કરી દીધું

છેતરપિંડીના આરોપ પછી યૂટ્યૂબરે કહ્યું- હું અપ્રામાણિક નથી, પુરવા અપલોડ કરીશ

નવી દિલ્હી : બાબા કા ઢાબા નામે સોશિયલ મીડિયાથી પ્રસિદ્ધ થયેલા બાબાએ હવે તેમને પોપ્યુલર કરનાર યૂટ્યૂબર ગૌરવ વાસન પર તેમના પૈસા સાથે છેતરપીંડી કરવાનો આરોપ મૂક્યો છે. આ પછી યૂટ્યૂબર ગૌરવ વાસને એક મોટો ખુલાસો કર્યો છે.ગૌરવનું કહેવું છે કે બાબાની બેંક ખાતામાં 20 લાખ રૂપિયાથી પણ વધુ રકમ આવી ચૂકી છે. બેંકથી જોડાયેલા સુત્રોથી મને તે વાત જાણવા મળી છે કે બાબાના એકાઉન્ટમાં આટલી મોટી રકમ આવવાના કારણે બેંકે બાબાનું એકાઉન્ટ ફ્રીઝ કર્યું છે. બાબાનો સવાલ આ જ રકમને લઇને હતો

  બીજી તરફ બાબાએ ગૌરવ પર મદદમાં મળેલી રકમની હેરાફેરી અને છેતરપીંડી કરવાનો આરોપ મૂક્યો છે. સાઉથ દિલ્હીના માલવીય નગર સ્થિત બાબા કા ઢાબા ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદે માલવીય નગર પોલીસ સ્ટેશનમાં યૂટ્યૂબર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના કારણે ફરી આ ઢાબા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ ફરિયાદમાં 80 વર્ષીય કાંતા પ્રસાદને યૂટ્યૂબર ગૌરવ વાસન પર ડોનેસનના નામે પૈસાની છેતરપીંડી કરવાનો આરોપ મૂક્યો છે. બાબાનો આરોપ છે કે યૂટ્યૂબર ગૌરવ વાસને બાબા કા ઢાબાની મદદ કરનાર લોકોના પૈસાથી પોતાની પત્ની અને સંબંધીઓના બેંક એકાઉન્ટમાં પૈસા મંગાવ્યા છે
ડોનેશનના પૈસા બાબના ઢાબાના માલિક કાંતિ પ્રસાદને નથી મળ્યા. બાબાનો આરોપ છે કે કેટલાક દિવસ પહેલા યૂટ્યૂબર ગૌરવે તેમને 2 લાખ 33 હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો. અને ચેકની ફોટો પણ લીધી હતી. પણ બેંક એકાઉન્ટમાં આ પૈસા નથી આવ્યા. અને આ મામલે કોઇ જાણકારી બાબા પાસે નથી. બાબાએ તે પણ આરોપ લગાવ્યો છે કે 7 ઓક્ટોબરે તેને આ વીડિયો બનાવ્યો હતો

છેતરપિંડીના આરોપ પછી યૂટ્યૂબરે કહ્યું- હું અપ્રામાણિક નથી, પુરવા અપલોડ કરીશ

ગૌરવે કહ્યું કે મને બેંકથી ખબર પડી કે બાબાના એકાઉન્ટમાં લગભગ 20 લાખ રૂપિયા આવ્યા છે. પણ અચાનક આટલા પૈસા એકાઉન્ટમાં આવ્યા પછી તેમનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. આ પછી બાબાની સાથે મેં વીડિયો બનાવ્યો હતો કે બાબાને જેટલી મદદ જોઇતી હતી તેટલી તેમને મળી ગઇ છે હવે કોઇ બીજાની મદદ કરો. સાથે જ મારી પર લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા છે અને તમે ઇચ્છો તો મારા તમામ સંબંધીઓના એકાઉન્ટ પણ ચેક કરાવી શકો છો.

(6:36 pm IST)