Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

દર્દીઓને હવે થઈ રહી છે ત્વચાની નવી બીમારી

કોરોનાને મ્હાત આપનારા લોકોને લઇને નવો ખુલાસો : કોરોનાના દર્દીઓમાં નવા લક્ષણ :રિકવરી બાદ થઈ ત્વચા સંબંધી બીમારી : આવા લોકોએ ડોકટરનો કર્યો સંપર્ક

નવી દિલ્હી, તા.૨: કોરોના વાયરસ મહામારી અને ત્યાર પછી તેની અસરને લઈને દેશ અને દુનિયામાં અનેક પ્રકારની શોધ થઈ રહી છે. આ સમયે એક નવી વાત સામે આવી છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં ત્વચા સંબંધી બીમારીઓ સામે આવી છે. એક અભ્યાસમાં ૩૯ દેશના ૨૨૪ શંકાસ્પદ કેસ અને કોરોનાના ૯૦ કેસમાં ત્વચા સંબંધી બીમારી જોવા મળી હતી.

મૈસાચુસેટ્સ જનરલ હોસ્પિટલના શોધકર્તાઓએ યૂરોપિયન એકેડમી ઓફ ડર્મેટોલોજી અને વેનેરોલોજીના ૨૯માં અધિવેશનમાં રાખવામાં આવેલા શોખના નિષ્કર્ષથી જાણ્યું કે કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં લાંબા સમય બાદ કેટલીક તકલીફો જોવા મળી હતી.

મલ્ટીપ્લેકસ તો ખુલ્યાં પણ? કેટલા લોકો એકલા એકલા બેસીને ફિલ્મ જુએ?

૧૦ વર્ષમાં તમારા પૈસા થશે ડબલ, અદ્બૂત છે સરકારી ગેરન્ટી વાળી આ સ્કીમ

કોરોના દરમિયાન જરૂર કરાવો આ ૪ ઈન્શ્યોરન્સ પોલિસી, મોટા મોટા જોખમોને પહોંચી વળવામાં નહીં થાય સમસ્યા

સંક્રમિત અને રિકવર થયેલા બંને દર્દીઓમાં જોવા મળી તકલીફ

ત્વચા સંબંધી તકલીફોવાળા દર્દીઓનું વિશ્લેષણ કરવા શોધકર્તાઓએ એપ્રિલ ૨૦૨૦માં ઈન્ટરનેશનલ લીગ ઓફ ડર્મેટોલોજીકલ સોસાયટી અને અમેરિકન એકેડમી ઓફ ડર્મેટોલોજીની સાથે મેળીને એક આંતરરાષ્ટ્રીય વિવરણ તૈયાર કર્યું હતું. શોધકર્તાઓએ કોરોનાથી સંક્રમિત દર્દીઓ અને તેમાં ત્વચા સંબંધી લક્ષણોને કારણે ડોકટર્સનો સંપર્ક કર્યો હતો.

રિકવર થયેલા દર્દીઓને લાંબા સમયે થાય છે આ તકલીફ

અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ લાંબા સમય બાદ ત્વચા સંબંધી તકલીફનો સામનો કરી રહ્યા છે જે કોરોનાથી રિકવર થયા બાદ ચર્મરોગ સંબંધી સમસ્યાઓ સામે લડી રહ્યા છે.

(3:42 pm IST)