Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

લવજેહાદ ચલાવનારાઓ નહિં સુધરે તો 'રામનામ સત્ય યાત્રા' માટે તૈયાર રહેઃ યોગી

લવ જેહાદ સામે કડક કાયદો લાવવાની તૈયારીઃ લવ જેહાદીઓને જાહેરમાં ફાંસી આપો, અખિલ ભારતીય અખાડા પરિષદની માંગણી

લખનૌ તા. રઃ ઉત્તર પ્રદેશમાં લવ જેહાદની ઘટનાઓ બનતી રોકવા માટે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કડક સૂચનાઓ આપી છે, તેમણે કહ્યું કે જો લવ જેહાદ ચલાવનારાઓ ન સુધરે તો તેઓ ''રામનાથ સત્ય યાત્રા'' માટે તૈયાર રહે. રાજય સરકારે ટુંક સમયમાં આ અંગે કાયદો બનાવશે. રાજય વિધી આયોગના રિપોર્ટના આધારે આ કાયદા અંગેનો ડ્રાફટ બનાવવા માટે મંથન શરૂ થઇ ગયું છે. ધર્માંતરણ પર રોક લગાવવા દેશના કેટલાક રાજયોમાં બનેલા ખાસ કાયદાઓનો પણ અભ્યાસ કરાઇ રહ્યો છે.

રાજય વિધી આયોગે ગયા વર્ષે મુખ્ય પ્રધાનને એક રિપોર્ટ સોંપ્યો હતો જેમાં કહેવાયું હતું કે રાજયના વર્તમાન કાયદાઓ ધર્માંતરણની ઘટનાઓ રોકવા માટે પુરતા નથી. આ ગંભીર મુદ્દા પર બીજા રાજયોનો મત પણ જરૂરી છે. તેના માટે આયોગે રિપોટની સાથે ખરડાનો મુસદ્દો પર રજૂ કર્યો હતો. રિપોર્ટમાં આયોગે પડોશી દેશ નેપાળ, મ્યાંમાર, ભૂટાન, શ્રીલંકા અને પાકિસ્તાનમાં બનેલા લવ જેહાદ અંગેના કાયદાઓનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ રાજય વિધી આયોગે અન્ય રાજયોના કાયદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

લવ જેહાદ વિરૂધ્ધ કાયદો બનાવવાને અખિલ ભારતીયડ અખાડા પરિષદે સમર્થન આપ્યું છે. પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્રગીરિએ કહ્યું કે હવે લવ જેહાદીઓના રામનામ સત્ય કરી દેવાનો સમય આવી ગયો છે. લવ જેહાદીઓને એવો દંડ મળવો જોઇએ કે તેમની આગામી પેઢીઓ પણ યાદ રાખે. તેમણે હિંદુ બહેન દીકરીઓને અપિલ કરી કે તેઓ લવ જેહાદીઓના ઝાંસામાં ન આવે અને પોતાના માતા પિતા દ્વારા પસંદ કરવામાં આવેલ જીવનસાથી સાથે લગ્ન કરે. તેમણે કહ્યું કે જો કોઇનું આવું કોઇ પ્રેમ પ્રકરણ હોય તો પુરી ચર્ચા વિચારણા કરીને સંપુર્ણ માહિતી મેળવ્યા પછી જ લગ્ન જેવા મહત્વના નિર્ણય પર પહોંચે.

(3:40 pm IST)