Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કમલનાથને રાહત : ચૂંટણી પંચના નિર્ણય પર સુપ્રીમની રોક

પક્ષના સ્ટાર પ્રચારકના દરજ્જાને ખત્મ કરવા અંગે કમલનાથે કોર્ટમાં અરજી દાખલ કરી હતી

નવી દિલ્હી, તા. ર : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથને સુપ્રીમમાંથી રાહત મળી છે. ચૂંટણી પંચ દ્વારા તેના પક્ષના સ્ટાર પ્રચારકનો દરજ્જો ખત્મ કરવા અંગે તેઓએ કોર્ટમાં અરજી કરી હતી. આજે તેની અરજી પર સુનાવણી કરીને સુપ્રીમે કોર્ટે પંચના નિર્ણય પર રોક લગાવી દીધી. અરજીમાં કમલનાથે કહ્યું હતું કે, ચૂંટણી પંચ તેના વૈધાનિક અધિકારીનોનું ઉલ્લંઘન કર્યું છે.  તેઓએ પંચના નિર્ણય પર રોક લગાવાની માંગ કરી હતી.

કમલનાથે અરજીમાં કહ્યું હતું કે, કોઇ વ્યકિતને સ્ટારપ્રચાર તરીકે પસંદગી કરવી પક્ષનો અધિકાર છે અને પંચ પક્ષના નિર્ણયમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. પંચનો નિર્ણય અભિવ્યકિત અને આવાગમનના બુનિયાદી અધિકારનું ઉલ્લંઘન છે. પંચ નોટીસ આપ્યા બાદ નિર્ણય કરી શકે છે, પરંતુ  ત્યાં કમલનાથને કોઇ નોટીસ આપવામાં આવી નથી.

પંચે મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ વિરૂદ્ધ તેના વિવાદાસ્પદ નિવેદનો અંગે કડક કાર્યવાહી કરીને તેના સ્ટાર પ્રચારક દરજ્જાને ખત્મ કરી દેવામાં આવ્યો હતો તેના પર ચૂંટણી પ્રચાર દરમ્યાન અનેક આપત્તિજનક નિવેદન આપવાનો આરોપ લાગ્યો હતો.

(3:40 pm IST)