Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ટોપ-૧૦ શ્રીમંતોની યાદીમાં મુકેશ અંબાણી બે અંક નીચે ઉતર્યાઃ સાતમાં ક્રમે આવ્યા

૪ અબજ ડોલરની સંપત્તિ ઘટીઃ હવે થઇ ૪૭.૨ અબજ ડોલર : કંપનીના શેર ૬.૨ ટકા તુટીને ૧૭૯૮ રૂપિયા પર આવી ગયા : મુકેશ અંબાણી બે સ્તરથી નીચે ૭માં સ્થાન પર આવી ગયા : કંપનીના શેરમાં લગભગ ૬ ટકાનો ઘટાડો નોંધાયો : રિલાયન્સનાં શેરમાં ૬ ટકાનું ગાબડું

નવી દિલ્હી, તા.૨:બજાર પૂંજીકરણની રીતે દેશમાં સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ લિમિટેડ (RIL)ના શેરોમાં સોમવારે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીના શેરમાં લગભગ ૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે ફકત એક કલાકમાં રિલાયન્સના બજાર હેસિયત ૭૦ હજાર કરોડ રૂપિયા ઘટીને ૧૨.૮૪ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ પહેલા જુલાઈમાં એક દિવસમાં કંપનીના શેર ૬.૨ ટકા તુટીને ૧૭૯૮ રૂપિયા પર આવી ગયા છે.

શેર ઘટવાના કારણે વિશ્વના મુખ્ય ૧૦ અમીરોની યાદીમા ભારતના સૌથી મોટા ધનકુબેર મુકેશ અંબાણી બે સ્તરથી નીચે ૭માં સ્થાન પર આવી ગયા છે. જયારે કે શુક્રવારે તે ૫માં સ્થાન પર હતા. હવે મુકેશ અંબાણીને અલન મસ્ક અને વોરેન બફેટે તેમને પાછળ છોડી દિધા છે. રિલાયન્સના શેરમાં થયેલા ઘટાડાની અસર આરઆઈએલના ચેરમેન મુંકેશ અંબાણીના નેટવર્થ પર પડી છે. ફોબર્સ રિયલ ટાઈમ બિલેનિયર લિસ્ટના જણાવ્યાનુંસાર સોમવારે મુકેશ અંબાણીના નેટવર્થમાં લગભગ ૪ અરબ ડોલરનો ઘટાડો થયો છે. હવે તેમની સંપત્તિ ૭૪.૨ અરબ ડોલર રહી ગઈ છે.

બર્સ રિયલ ટાઈમ બિલેનિયર લિસ્ટથી પ્રતિદિન પબ્લિક હોલ્ડિંગ્સમાં થનારા ઉતાર ચઢાવ વિશે જાણકારી મળે છે. જયારે દુનિયામાં અલગ અલગ ભાગમાં શેર બજાર ખુલે છે તો તે દર ૫ મિનિટમાં આ ઈન્ડેકસ અપડેટ થાય છે. પરંતુ જે વ્યકિતઓની સંપત્ત્િ।કોઈ ખાનગી કંપનીઓ સાથે જોડાયેલી છે તેમની સંપત્ત્।ી દિવસમાં એક જ વાર અપડેટ થાય છે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સે ચાલૂ નાણાંકીય વર્ષના બીજા કવાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦અ સમાપ્ત બીજા કવાર્ટરમાં રિલાયન્સે ૯, ૫૬૭ કરોડ રૂપિયાનો સમેકિત શુદ્ઘ લાભ દાખલ કર્યો છે. જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ૧૫.૦૫ ટકા ઓછો છે. ત્યારે આ આંકડો ૧૧.૨૬૨ કરોડ રૂપિયાનો હતો. કંપનીની આવક ૨૦૨૦-૨૧ના બીજા કવાર્ટરમાં દ્યટીને ૧.૨ લાખ કરોડ રૂપિયા રહ્યો છે. જે એક વર્ષ પહેલા ૨૦૧૯-૨૦ના સરખા કવાર્ટરમાં ૧.૫૬ લાખ કરોડ રૂપિયા હતો.

દુનિયાના મુખ્ય ૧૦ ધનકુબેરોની સંપત્તિ કેટલી છે

રેન્ક

નામ

કુલ સંપત્તિ (ડોલરમાં)

સ્ત્રોત

૧ જેફ બેજોસ

૧૭૯.૪ અરબ

એમેઝોન

 

૨ બર્નાર્ડ અર્નાટ

૧૧૩.૩ અરબ

LVMH

 

    એન્ડ ફેમિલી

 

 

 

૩ બિલ ગેટ્સ

૧૧૨.૮ અરબ

માઈક્રોસોફ્ટ

 

૪ માર્ક જુકરબર્ગ

૯૬.૭ અરબ

ફેસબુક

 

૫ એલન મસ્ક

૮૭ અરબ

 

ટેસ્લા, સ્પેસ એકસ

૬ વોરેન બફેટ

૭૬.૨ અરબ

બર્કશાયર

હૈથવે

૭ મુકેશ અંબાણી

૭૪.૨ અરબ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

 

૮ લેરી એલિસન

૭૪.૨ અરબ

સોફ્ટવેર

 

૯ લૈરી પેજ

૭૧.૯ અરબ

ગૂગલ

 

૧૦ સર્જી બ્રિન

૬૯.૯ અરબ

ગૂગલ

 

(3:34 pm IST)