Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રિલાયન્સનો શેર ૪૨% તુટશે? ચિંતાજનક ભવિષ્યવાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામો બાદ મોટુ કરેકશન આવશે? નફો ૧૫ ટકા ઘટીને ૯૫૬૭ કરોડ રૂ.થયો : મેકવાયરે રિલાયન્સના શેરને રૂ.૧૧૯૫ના ટારગેટ સાથે અંડરપરફોર્મ રેટિંગ આપ્યું: જે શુક્રવારના રૂ.૨૦૫૪ના બંધ ભાવથી ૪૨ ટકા ઓછો છે : મુકેશ અંબાણી બિમાર હોવાની અફવાઃ શેર ૭ ટકા તુટયોઃ છેલ્લો ભાવ રૂ.૧૯૦૯ જોવા મળ્યો

મુંબઈ, તા.૨: શુક્રવારે Reliance Industries દ્વારા જાહેર કરાયેલા જુલાઈ-સપ્ટેમ્બરના કવાર્ટરના પરિણામ બાદ તેના શેરમાં મોટું કરેકશન આવશે તેવી શકયતા વ્યકત કરાઈ રહી છે. વિવિધ બ્રોકરેજિસે RIL પ્રત્યે પોતાના મિશ્ર દ્રષ્ટિકોણ રજૂ કર્યા છે.

ETNOWના અહેવાલ અનુસાર, Macquarie±õ RILના અંડરપર્ફોમનું રેટિંગ આપતા તેની ટાર્ગેટ પ્રાઈસ રૂ. ૧,૧૯૫ આપી છે. જે શુક્રવારના બંધ ભાવ (રૂ. ૨,૦૫૪) કરતા ૪૨ ટકા ઓછી છે.

Edelweiss Securities અને એમકે ગ્લોબલ ફાઈનાન્સ સર્વિસે આ શેરને હોલ્ડનું રેટિંગ આપીને ટાર્ગેટ પ્રાઈસ અનુક્રમે રૂ. ૨૧૦૫ અને રૂ. ૧૯૭૦ આપી છે.

બીજી તરફ, CLSA દ્વારા RILના આઉટપર્ફોમનું રેટિંગ આપવામાં આવ્યું છે, અને તેની ટાર્ગેટ પ્રાઈસ ૨,૨૫૦ અપાઈ છે. જયારે ગોલ્ડમેન શાત્ઝે શેરને ૨,૩૩૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા માટે ભલામણ કરી છે.

આજે પણ RILના શેરમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. બપોરે ૨.૧૫ કલાકની સ્થિતિએ RIL ૭ ટકાના ઘટાડા સાથે ૧૯૦૯ રૂપિયાના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેકસના ૩૦ શેર્સમાં સૌથી વધુ ઘટનારો શેર પણ RIL જ હતો.

સપ્ટેમ્બર કવાર્ટરના પરિણામમાં રિલાયન્સના નેટ પ્રોફિટમાં ૧૫ ટકાનો દ્યટાડો થયો છે. શુક્રવારે કંપનીએ જાહેર કરેલા આંકડા અનુસાર, તેને આ ગાળામાં ૯૫૬૭ કરોડનો નફો થયો છે, જે ૨૦૧૯ના આ જ ગાળા કરતા ૧૫ ટકા ઓછો છે.

રિલાયન્સે એપ્રિલ ૨૦૨૦ના પોતાના ડિજિટલ અને રિટેલ બિઝનેસમાં હિસ્સાનું વેચાણ કરીને ૨.૫ લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જેમાંથી ૧.૭૬ લાખ કરોડ કંપનીને પ્રાપ્ત થઈ ચૂકયા છે, અને તેનાથી કંપનીએ દેવામુકત થવાનો પોતાનો ટાર્ગેટ પૂરો કર્યો છે.

દરમ્યાન આજે રિલાયન્સનું માર્કેટકેપ ૭૦,૦૦૦ કરોડ જેેટલુ ઘટયુ છે. છેલ્લા સમાચાર મૂજબ માર્કેટ કેપ ૧ લાખ કરોડ અને ૧ સપ્તાહમાં ૧.૩૬ લાખ કરોડ ઘટયુ છે. મુકેશ અંબાણીની તબિયત સારી ન હોવાની અફવાથી ગભરાટ ફેલાયો છે.

(3:33 pm IST)