Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

શહેરમાં બપોર સુધીમાં ૧૪ કેસ

આજ દિન સુધીમાં ૮૬૩૧ લોકો થયા સંક્રમિત : કુલ ૭૯૯૮ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૨.૮૧ ટકા થયો

રાજકોટ,તા.૨: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ઘટતુ જાય છે ત્યારે શહેરમાં  બપોર સુધીમાં ૧૪ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૪ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૮૬૩૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૭૯૯૮ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૨.૮૧ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૨૯૯૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૩  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૧૦ ટકા થયો  હતો. જયારે ૬૩  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  આઠ મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૩,૪૯,૧૯૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૬૩૧ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૬ ટકા થયો છે.

૯ નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની પરિસ્થિતિએ   વિદ્યુતનગર,નહેરૂનગર, નાના મૌવા રોડ, મારૂતિનગર, સત્યાસાંઇ રોડ, પરમેશ્વર સોસાયટી- મવડી ગુલાબ વિહાર સોસાયટી- ૧૫૦ ફુટ રીંગ રોડ, લક્ષ્મીવાડી, ભકિતનગર સોસા., ભકિતનગર સર્કલ, સુર્યોદય સોસાયટી- કોઠારિયા રોડ, સતાધાર પાર્ક- નાણાવટી ચોક, ગાયત્રીનગર-બોલબાલા માર્ગ

સહિતના નવા ૯ વિસ્તારો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં ૨૬(એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૧૬ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૧૦ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૧૬,૧૨૮ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૦ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.  જ્યારે પેડક રોડ, વિજયનગર, અવઘ, બેડીપરા, કુબલીયા પરા, વિજયનગર, રણછોડ નગર, નહેરૂનગર, જાગનાથ પ્લોટ સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૫૦૨૭ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:02 pm IST)