Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રાજસ્થાનમાં ફટાકડાના વેચાણ તથા આતશબાજી કરવા ઉપર પ્રતિબંધ

ધુમાડો શરીર માટે નુકશાનકાર છે

જયપુર, તા.૨:રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે કોરોના મહામારીના આ સમયમાં જનતાના જીવનની રક્ષા સરકાર માટે સર્વોપરિ છે. જેથી રાજય સરકારે કોરોનાની વચ્ચે ફટાકડાનું વેચાણ અને આતિશબાજી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

ગહેલોતે રવિવારે સાંજે રાજયમાં કોરોના સંક્રમણની સ્થિતિ 'નો માસ્ક નો એન્ટ્રી' તથા  'શુદ્વ માટે યુદ્ઘ' અભિયાનની સમીક્ષા કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ બેઠકમાં અનલોક -૬ના દિશા નિર્દેશો પર ચર્ચા કરી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ ફટાકડાથી નિકળનારા ઝેરી દ્યુમાડાથી કોરોના રોગીઓને તથા સામાન્ય લોકોને સ્વાસ્થ્યની રક્ષા માટે ફટાકડાના વેચાણ અને આતિશબાજી પર પ્રતિબંધ લગાવ્યો છે. ફિટનેસ વગર ધુમાડ઼ો કાઢનારા વાહનો પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

ગહેલોતે કહ્યું કે કોરોનાના સમયે લોકોનું સ્વાસ્થય સરકાર માટે સર્વોપરિ છે. તેમણે કહ્યું કે ફટાકડામાંથી નિકળતો ધુમાડ઼ો કોરોનાના દર્દીઓ માટે તથા તેમના હ્રદય તથા શ્વાસના રોગિઓ માટે નુંકસાન કારક છે. દિવાળીમાં લોકો ફટાકડાથી બચે. વેચાણના સ્થાયી લાયસન્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે લગ્ન તથા અન્ય સમારોહમાં પણ ફટાકડા અને આતિશબાજી પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

સીએમએ કહ્યું કે જર્મની, બ્રિટન, ફ્રાન્સ, ઈટલી તથા સ્પેન જેવા વિકસિત દેશોમાં કોરોનાની બીજી લહેર શરુ થઈ ગઈ છે. અનેક દેશો ફરી લોકડાઉન કરવા મજબૂરથયા છે. આપણે અહીં આવી સ્થિતિ ઉભી થવા ન દઈ શકીએ. જેને જોતા સાવધાની વર્તવી જરુરી છે.

(2:43 pm IST)