Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

આઇઆઇટી બનાવી રહી છે દેશના પહેલા 'રોબોટ શિક્ષક'

કાનપુર : કોન્નીટીવ સાયન્સના નિષ્ણાંતો ભારત સરકારનાં ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સના સહયોગથી રોબોટ તૈયાર કરી રહ્યા છે. તેમાં બાળકોના મત અનુસારનું પ્રોગ્રામીંગ કરાઇ રહ્યું છે. આમાં જાપાનની કયુશુ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર હિરોઆકી ટેકનીકલ સહયોગ આપી રહ્યા છે. આ રોબોટ ૨૦૨૧ના અંત સુધીમાં સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઇ જશે. પહેલા તબક્કામાં બે રોબોટો બની ગયા છે. તેમનો પ્રયોગ સંસ્થાની શાળા અને કેન્દ્રીય વિદ્યાલય આઇઆઇટીમાં પ્રયોગ થઇ ચૂકયો છે.

પહેલા તબક્કામાં કાચીંડાની જેમ રંગ બદલતો રોબોટ બનાવવામાં આવ્યો છે. આ રંગ બદલાવતો રોબોટ કોઇ પણ રંગની નજીક લઇ જવાથી પોતાનો રંગ  બદલી નાખે છે.

(2:43 pm IST)