Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સુપ્રિમ કોર્ટની દખલગીરી બાદ RBI એ લોન પર આપી મોટી રાહતઃ લોકડાઉન દરમિયાન કપાયેલા પૈસા આવશે પાછા

હવે ચક્રવૃદ્ઘિ વ્યાજ નહીં ફકત સામાન્ય વ્યાજથી લોનના પૈસા લેવામાં આવશેઃ લોકડાઉન દરમિયાન લોકોએ લોનમાં મોરાટોરિયમનો ઉપયોગ કર્યો હતોઃ આરબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સોંગદનામુ દાખલ

નવી દિલ્હી, તા.૨: કોરોના અને લોકડાઉનના સમયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોનમાં મોટી રાહત આપી છે. આરબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સોંગદનામુ દાખલ કરી કહ્યું કે જે લોકોના કોરોના અને લોકડાઉન દરમિયાન લોનમાં મોરાટોરિયમનો ઉપયોગ કર્યો હતો. તેમને ફકત સામાન્ય વ્યાજ આપવાનું રહેશે. જે લોકોને વધારે પૈસા કાપવામાં આવ્યા છે તેમને પાછા આપવામાં આવશે. આ પહેલા બેંક મોરાટોરિયમનો ઉપયોગ કરનારા પોતાના ગ્રાહકો પાસેથી ચક્રવૃદ્ઘિવ્યાજ લઈ રહ્યા હતા. પરંતું ગજેન્દ્ર શર્માની અરજી દાખલ થયા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલામાં દખલ કરી હતી. આ બાદ હવે ચક્રવૃદ્ઘિ વ્યાજ નહીં ફકત સામાન્ય વ્યાજથી લોનના પૈસા લેવામાં આવશે.

લોન મોરાટોરિયમનો સમય એક માર્ચ ૩૧ અગસ્ટ ૨૦૨૦ સુધી લાગુ થવાનો હતો. કેન્દ્ર સરકારે લોન ધારકોને રાહત આપતા કોરોનો લોકડાઉન દરમિયાન લોનની ઈએમઆઈ જમા કરવા પર છુટ આપી હતી. લોનની ઈએમઆઈ ન જમા કરવાનો સમય ૬ મહિના છે. પરંતુ ૩૧ ઓગસ્ટ બાદ સિમ્પલ ઈન્ટરનેટની સાથએ ઈએમઆઈ લોકડાઉન પહેલાની જેમ જમા કરાવવાનો રહેશે. મોરેટોરિયમ હાઉસિંગ, એજયુકેશન, ક્રેડિટ કાર્ડ અને એમએસએમઈ જેવા લોન પર આપવામાં આવ્યું છે.

અરજદાર ગજેન્દ્ર શર્માએ કહ્યું કે લોકડાઉન દરમિયાન અમે અમારી લોનનો હપ્તો નથી આપી શકતા. પરંતુ આ અમારી નિષ્ફળતા નહોતી. આ તો લોકડાઉન દરમિયાન દુકાન કારોબાર બંધ થવાના કારણે મજબૂરી હતી.  બીજી વાત કે મોરેટોરિયમ વિશે દ્યણા બધા લોકોને જાણકારી નહોંતી. જયારે જાણકારી નહોતી તો આના ઉપયોગની અરજી કેવી રીતે આપવીએ. લોકડાઉન દરમિયા પોલીસ કડક પગલા ભરી રહી હતી. જેના કારણે બેંક જઈને લોન મોરેટોરિયમની અરજી કેવી રીતે આપતા. હકિકતમાં આ મામલો રાઈટ ટુ લિવનો છે. જેના આધારે અરજી દાખલ કરી છે.

(12:47 pm IST)