Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કોણ બનશે રાષ્ટ્રપતિ? ટ્રમ્પ કે બિડન? કાલે ફેંસલો

અમેરિકામાં કોરોનાના પ્રકોપ વચ્ચે કાલે ચૂંટણીઃ ટ્રમ્પ વિજય દોહરાવશે કે બિડન બાજી મારશે? જબરી ચર્ચાઃ ભારતીયોનું મતદાન મહત્વનું બનશેઃ કુલ ર૪ કરોડ વોટ છેઃ ૭.પ કરોડ પડી ગયાઃ ચૂંટણી ઉપર સમગ્ર વિશ્વની નજર

નવી દિલ્હી તા. ર :.. વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ અમેરિકામાં સૌથી વધુ છે. આ બધાની વચ્ચે અમેરિકામાં રષ્ટ્રપતિ ચૂંટણી પણ યોજાવાની છે. ડેમોક્રેટ ખેમા જયાં કોરોનાથી નિપટવામામાં ટ્રમ્પની નીતિઓને નિષ્ફળ બતાવી રહ્યા છે. તો બીજી બાજૂ ડોનાલ્ડ ટ્રમ્પ ચીની વાયરસના બહાને વિરોધીઓ પર નિશાન સાધી રહ્યા છે. અમેરિકમાં આવતીકાલે ચંૂટણી છે. ગયા વખતે જેમ આ વખતે પણ ટ્રમ્પ સર્વેમાં પાછળ છે. પરંતુ તેઓ બાજી પલટવાનો દાવો કરી રહ્યા છે. બિડેન ટ્રમ્પના મુદ્ને જોર-શોરથી ઉઠાવી રહ્યા છે. અને ટ્રેપના વોટ બેંક પર અસર કરી છે.

અમેરિકી ચૂંટણીમાં પ્રથમવાર ભારતીય મુળના મતદારો મોટી તાકાત બનીને ઉભર્યા છે. ૧૬ રાજયોમાં તેની કુલ અમેરિકી વસ્તીના એક ટકાથી વધુ છે પરંતુ મહત્વની વાત એ છે કે ૧૩ લાખ ભારતીય તે રાજયોમાં રહે છે. અને કાંર્ટ કી ટક્કર  રહેશે.

એવામાં કોઇપણ પક્ષ માટે એક-એક મત કિંમતી બને છે યાદ રહે કે ભારતીય વડાપ્રધાને અમેરિકામાં એક કાર્યક્રમ દરમ્યાન હાલમાં ટ્રમ્પ સરકારનો નારો લગાવ્યો હતો. ટ્રેપ પણ અવાર-નવાર ભારત પ્રત્યે પ્રેમ વ્યકત કરતા નજરે પડયા છે.

અમેરિકામાં ર૪ કરોડ મતદાતા છે ર૮ ઓકટોબર સુધીમાં ૭.પ કરોડથી વધુ મત નાખવામાં આવી ચૂકયા છે. ર૦૧૬ માં અર્લી મતદાનથી પ કરોડથી વધુ લોકોએ મત આપ્યા હતાં.

ચૂંટણી જાણકારોનું કહેવું છે કે ગયા વખતની જેમ આ વખતે પણ સાઇલેન્ટ મતદારો જ કિંગ મેકર હશે. ત્યાં મતદાન માટે બે વિકલ્પ છે. એક તો મેલ અથવા ફરી અર્લી વોટિંગ બીજુ મતદાન કેન્દ્ર પર જઇને મત આપવો.

અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા ભારતથી અલગ છે ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રૂપથી હોય છે. અમેરિકી નાગરીક તે લોકોની પસંદગી કરે છે જે રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. અમેરિકામાં કુલ પ૦ રાજયો છે. પ૦ રાજયોથી કુલ પ૩૮ ઇલેકટર્સની પસંદગી કરવામાં આવે છે તેને ઇલેકટોરલ કોલેજ કહે છે.

(11:34 am IST)