Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

વાહ વાહ માટે રોજ ૨ કરોડનું આંધણ

મોદી સરકારે પોતાના પ્રચાર માટે રોજ બે કરોડનો ખર્ચો કર્યોઃ RTIમાં ખુલાસોઃ સરકારે અખબારો, ઇલે-મીડિયા, હોર્ડિગ્સ વગેરેમાં વિજ્ઞાપનો પાછળ કરદાતાઓના રૂ.૭૧૩.૨૦ કરોડ ખર્ચી નાખ્યા

નવી દિલ્હી, તા.૨: મોદી સરકારે ગયા વર્ષે પોતાના પ્રચાર માટે રોજના લગભગ બે કરોડ રૂપિયા વાપર્યા હતા. આરટીઆઇ હેઠળ મળેલી માહિતી અનુસાર, મોદી સરકારે ગયા નાણાંકીય વર્ષમાં અખબારો, ઇલેકટ્રોનિકસ મીડિયા અને હોર્ડીગ્સ વગેરેમાં જાહેરાતો દ્વારા કરદાતાઓના લગભગ ૭૧૩.૨૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

સરકાર દ્વારા આ રકમ પોતાના પ્રચાર માટે વપરાઇ હતી. મુંબઇના રહેવાસી આરટીઆઇ એકટીવીસ્ટ જતિન દેસાઇએ આરટીઆઇ હેઠળ આ અંગેની માહિતી માંગી હતી. આ આરટીઆઇના જવાબમાં સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ બ્યૂરો ઓફ આઉટરીચ એન્ડ કોમ્યુનિકેશને જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન જાહેરાતો પર રોજના સરેરાશ ૧.૯૫ કરોડ રૂપિયા ખર્ચ કરાયો હતો.

જણાવી દઇએ કે ગત નાણાકીય વર્ષ દરમ્યાન જ લોકસભા ચૂંટણીની સાથે જ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ પણ આવી હતી. ખર્ચ કરવામાં આવેલ ૭૧૩ કરોડ રૂપિયામાંથી ૩૧૭.૦૫ હતી. ખર્ચ કરવામાં આવેલ ૭૧૩ કરોડ રૂપિયામાંથી ૩૧૭.૦૫ કરોડ ઇલેકટ્રોનિક મીડીયા પર, ૨૯૫.૦૫ કરોડ પ્રિન્ટ મીડિયા પર અને આઉટડોર મીડિયા દ્વારા કરાયેલ ૧૦૧.૧૦ કરોડ રૂપિયાનો જાહેરાત ખર્ચ પણ સામેલ હતો.

જો કે આરટીઆઇના જવાબમાં એ નથી જણાવાયું કે મોદી સરકાર તરફથી વિદેશી મીડિયામાં પ્રચાર પર કેટલી રકમ ખર્ચાઇ હતી. મુંબઇના રહેવાસી અનીલ ગલગલી તરફથી ૨૦૧૮માં કરાયેલ એક આરટીઆઇના જવાબમાં મંત્રાલયે જણાવ્યું હતું કે મોદી સરકારે જૂન ૨૦૧૪માં ભાજપાએ સત્તા સંભાળ્યા પછીથી મીડીયા પર જાહેરાત અને પ્રચાર પર ૪૩૪૩.૨૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

(11:33 am IST)