Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કોરોનાના હજુ અનેક 'પીકસ' આવવાના છે

લક્ષણ વગરના દર્દીઓ પણ ફેલાવી શકે છે કોરોના સંક્રમણઃ દેશના ટોચના ત્રણ ડોકટરોએ આપી ચેતવણીઃ પુસ્તકમાં ખુલાસોઃ કોરોના મહામારી આવતા દોરમાં મોટુ સંકટ ઉભુ કરી શકે છેઃ કોરોના કોઇ વ્યકિતને બીજી વખત થવો ઘણો દુર્લભ છે

નવી દિલ્હી, તા.૨: ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ઓકટોબરમાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળ્યો. હવે દેશમાં- રોજ કેસ પણ ઘટી રહ્યાં છે. ભારતમાં કોવિડ-૧૯થી મૃત્યુદર પણ ઘટી રહ્યો છે. જો કે  નિષ્ણાતોએ આશંકા વ્યકત કરી છે છે ભારત હજુ પણ કોરોના વાયરસના અનેક પીલ(મલ્ટીયલ પીક) નિહાળી શકે છે તેઓના જણાવ્યા પ્રમાણે મૃત્યુદર ઘટવો સારો સંકેત છે પણ તે કોરોના કેસના ઉચ્ચ સ્તર એટલે કે પીક સાથે જોડાયેલ નથી.

ભારતમાં હજુ પણ કોરોનાના અનેક પીકસ આવી શકે છે. આ સમયે લક્ષણો વિનાના દર્દીઓ કોરોના સંક્રમણ ફેલાવી શકે છે. આ ચેતવણી દેશના ૩ મોટા સ્વાસ્થ્ય વિશેષજ્ઞો ડો. રણદીપ ગુલેરિયા, ડો. ગગનદીપ કંગ અને ડો. ચંદ્રકાન્ત લહરિયાએ તેમની બુક ‘Till we win: India’s Fight Aganist Covid-19 Pandemic’માં આપી છે.

એકસપર્ટના જણાવ્યા અનુસાર મૃત્યુદરમાં આવેલો ઘટાડો સારી વાત છે. પરંતુ કોરોનાના કેસને તેની સાથે કોઈ સંબંધ નથી. કોરોનાના ફરીથી સંક્રમણની શકયતા ઓછી છે પરંતુ જે રીતે કેસમાં સામાન્ય લક્ષણો આવી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. અત્યારની સ્થિતિ પરથી કહી શકાય કે કોરોના વાયરસના પ્રી સિમ્ટોમેટિક કેસ પણ એટલા જ સંક્રામક હોઈ શકે છે જેટલા કે સંપૂર્ણ લક્ષણ વાળા દર્દી.

આ એક અનોખી યાત્રા છે જેમાંથી આપણે પસાર થી રહ્યા છે. તેઓએ કહ્યું કે બુક ૩ સિદ્ઘાંત પર આધારિત છે. એક શું કોરોના શ્વાસ સંબંધી બીમારી છે? બીજું પબ્લિક હેલ્થ રિસ્પોન્સ અને ફ્રંટલાઈનની સ્ટોરી અને ત્રીજું જનતા, નીતિ બનાવનારા અને ફિઝિશિયનના આવનારા રોડમેપ જે વેકસીનની રાહ જુએ છે.

બુકમાં કોરોના સંક્રમણ બાદ પ્રભાવની વાત પણ કરાઈ છે. તેને લોન્ગ કોવિડ પણ કહે છે. શકયતા છે કે કોરોનાના આવનારા સમયમાં મોટું સંકટ આવી શકે છે. ડો. ગુલેરિયાના જણાવ્યા અનુસાર કેસ ઘટી રહ્યા છે અને મોતની સંખ્યા પણ ઘટી છે. પણ મોટા ભાગના કેસમાં રિકવરીના કેટલાક અઠવાડિયા બાદ પણ સામાન્ય લક્ષણો જોવા મળે છે. જયારે તે હાર્ટ અને ફેફસાને નુકસાન કરી શકે છે.

તેમણે કહ્યું હતું કે કોરોના વેકસીનના મોરચે ઘણા પડકારો છે. ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે એ બાબતની આશા છે કે આપણી પાસે આવતા વર્ષના પ્રારંભે વેકસીન હશે. જો કે ઘણા ફેરફારો પણ હશે. આપણી પાસે વેકસીનના અનેક કેન્ડીડેટ છે. પ્રથમવાર તો સારી ન હોય તો આપણી પાસે વધુ રોગપ્રતિકારક અને સુરક્ષિત રસી હોય શકે છે. તેથી આપણે એ કઇ રીતે નક્કી કરશુ- કે આપણી પાસે એક રસી કે  અનેક રસી હશે કે વિવિધ સમુહોને અલગ-અલગ રસીકરણ પ્રાપ્ત થશે અને શું આપણે કઇ રીતે ૧૩૦ કરોડ લોકોને વિતરીત કરી શકશું આ મુદદો પુસ્તકમાં છે.

(11:32 am IST)