Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અમેરિકામાં ચૂંટણીમાં પણ દેશી તડકા : ભારતીય મતદારોને રીઝવવા શોલેથી લઈને સીમા આંટી. સુધી પ્રચારમાં છવાયા

પ્રચારમાં બોલિવૂડની ફિલ્મ્સથી લઈને ભારતીય મેચ મેકિંગ જેવી વેબ સીરિઝ અને બિગ બોસ જેવા ટીવી શોની મદદ

નવી દિલ્હી : અમેરિકામાં કાલે એટલે કે 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે. આ ચૂંટણી માટે રજિસ્ટર થયેલા 19 લાખ મતદારો પૈકી ભારતીય-અમેરિકન મતદારો 1% થી પણ ઓછા છે પરંતુ અમેરિકન ચૂંટણી પર તેનો રંગ ચડેલો સ્પષ્ટ જોવા મળે છે. શોલે જેવી બોલિવૂડની ફિલ્મ્સથી લઈને ભારતીય મેચ મેકિંગ જેવી વેબ સીરિઝ અને બિગ બોસ જેવા ટીવી શોની મદદથી મતદારોને બરાબરના રીઝવવામાં કોઈ જ કસર છોડવામાં નથી આવી રહી.

કાર્નેજી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના ડિરેક્ટર મિલાન વૈષ્ણવનું કહેવું છે કે દક્ષિણ એશિયન મતદારોનો ઘણો પ્રભાવ છે. એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડર્સના પ્રમુખ વરુણ નિકોરના કહેવા અનુસાર, આ પહેલા સમુદાય આટલો સક્રિય જોવા મળ્યો ન હતો. તેમનું કહેવું છે કે આની પાછળનું એક કારણ 2016ની ચૂંટણીમાં ભાગ ન લેવાનું હોઈ શકે છે જ્યારે ટ્રમ્પ જીત્યા હતા.
ન્યૂયોર્કના રિપબ્લિકનના રાજ ભાયાનીએ કહ્યું છે કે, અત્યાર સુધીમાં એક ભારતીય-અમેરિકન સમુદાય એવો સમુદાય રહ્યો છે. જે બહુ સક્રિય નહોતો રહ્યો. જોકે, હવે આ વલણ બદલાઈ રહ્યું છે. બાઈડેન-હેરિસનનું સમર્થન કરનાર ઉયતશત ઞક્ષશયિંમ ગ્રુપ સાઉથ એશિયન નેટવર્ક પર જાહેરાતો ખરીદી રહ્યાં છે. તેઓ ભારતીય-અમેરિકન મતદારો સાથે બેઠક કરી રહ્યા છે અને ભાષા-સાંસ્કૃતિક કોન્ટેન્ટ વિશે વાત કરી રહ્યા છે.

તેમની ટીવી જાહેરાતોમાં ભારતીયો વિરુદ્ધ હુમલા અને ટ્રમ્પ્ની મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી જેવા ભાવનાત્મક મુદ્દાઓ બતાવવામાં આવી રહ્યાં છે. તેઓ ભારતીય ચહેરાઓનો ઉપયોગ કરી રહ્યા છે જે હિન્દી અને અંગ્રેજીમાં વાત કરી રહ્યા છે. ત્યાં સુધી કે તેઓ 'એકતા વધારો-ટ્રમ્પ્ને હરાવો' જેવા સૂત્રોચ્ચાર પણ થઈ રહ્યા છે.

બીજી તરફ ભારતીય રિપબ્લિકન ડૈની ગાયકવાડે 'ટ્રમ્પ હૈ તો સૈફ હૈ' નું સૂત્ર આપ્યું છે. ટ્રમ્પ્ના ટેકેદારોએ પણ કાર્ટૂનો, વોટ્સએપ-ફેસબુક પોસ્ટમાં ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોને મહત્વ આપ્યું છે. ભારતીય-અમેરિકનો માટે સૌથી મોટો વળાંક કાશ્મીરમાંથી કલમ-370 હટાવવા પર ડેમોક્રેટ્સનો વિરોધ હતો, તેમને લાગે છે કે માત્ર ટ્રમ્પ જ ભારતના સાચા મિત્ર છે.
કાર્ટૂનમાં બાઈડેન-હેરિસને સીએેએ વિરોધી પ્રદર્શનકારીઓને ભેટતા બતાવવામાં આવ્યા છે તો કેટલાકમાં તેમને પાકિસ્તાનના ઇમરાન ખાનની નજીક સંબંધો વધારતા અથવા ભારતીય-અમેરિકન મુસ્લિમ લોબી સાથે ભાંગડા કરતા બતાવ્યા છે.

તો, બાઈડેન-હેરિસ સમર્થકો અિુંાશભફહ સ્ટાર નિક ડોડાનીના વીડિયોમાં પદ્માલક્ષ્‍મી, અપણર્િ નંચરલા જેવા સેલેબ્સના કેમિયો દ્વારા મતદારોને રીઝવી રહ્યાં છે. ઝવયુ જયય ઇહીય ના ફાઉન્ડરનું કહેવું છે કે, લોકો તેમના મૂળ ચહેરા અથવા અવાજ પ્રત્યે જુદી જુદી પ્રતિક્રિયાઓ આપે છે અને લોકો તેમની ભાષા અને રીતોથી સહજતા અનુભવે છે. ત્યાં સુધી કે સોફ્ટવેર એન્જિનિયર્સ પણ મતદાર લિસ્ટમાંથી દેશી મતદારોને પસંદ કરીને સ્વયંસેવકોને મદદ કરે છે. ટેક્સાસ અને ઓહાયો જેવા રાજ્યોમાં તેનો ખૂબ લાભ થાય છે.

(11:25 am IST)