Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

મહારાષ્ટ્ર રાજ્ય સૌથી આગળ

વર્ષ ૨૦૧૯-૨૦માં ૩,૫૩૧ બાળકોને દત્તક લેવામાં આવ્યા

સમાજમાં બાળકીઓને દત્તક લેવાનું પ્રમાણ પણ વધ્યું

નવી દિલ્હી,તા. ૨: ભારતમાં ૩૧ માર્ચે પૂર્ણ થતાં એક વર્ષમાં કુલ ૩,૫૩૧ બાળકોને દત્ત્।ક લેવામાં આવ્યા હતા, જેમાં ૨૦૬૧ બાળકીઓ સામેલ છે. સરકારી આંકડાઓમાં આ માહિતી પૂરી પાડવામાં આવી હતી જે મુજબ બાળકોને દત્ત્।ક લેવામાં સૌથી આગળ મહારાષ્ટ્ર રાજયના લોકો આગળ છે.

Central Adoption Resource Authority- CARAના આંકડાઓ મુજબ એપ્રિલ ૨૦૧૯દ્મક માર્ચ ૨૦૨૦દ્ગક વચ્ચે ૧૪૭૦ બાળકો અને ૨૦૬૧ બાળકીઓને દત્ત્।ક લેવામાં આવી. દેશભરમાં છોકરાઓના મોહવાળી માનસિકતાના સંદર્ભે એક અધિકારીનું કહેવુ હતું કે હવે લોકોની માનસિકતામાં પરિવર્તન જોવા મળી રહ્યુ છે અને લોકો બાળકીઓને પણ દત્ત્।ક લેવામાં રસ દાખવી રહ્યા છે.

અધિકારીના કેહવા મુજબ, સંસ્થા દત્ત્।ક લેવાની પ્રક્રિયામાં ત્રણ વિકલ્પ આપે છે, તેઓ બાળક કે બાળકી બેમાંથી એકને પસંદ કરે અથવા કોઇ પ્રાથમિકતા ન દાખવે. મોટા વર્ગ બાળકીઓને દત્ત્।ક લેવામાં રસ ધરાવે છે. જોકે આ મુદ્દે કેટલાક સામાજીક કાર્યકર્તાઓનું માનવુ હતું કે દત્ત્।ક લેવામાં બાળકીઓનું પ્રમાણ વધુ છે કારણ કે આવા બાળકોમાં બાળકીઓનું પ્રમાણ વધારે છે. તેમના મુજબ આજેપણ સમાજમાં બાળ જન્મમાં છોકરાને વધુ પ્રાધાન્ય અપાય છે. લોકો ગર્ભકાળમાં જ જાતિ તપાસ કરાવી ગર્ભપાત જેવા ગૂના કરતા આવ્યા છે. આંકડાઓ મુજબ દત્ત્।ક લીધેલા બાળકોમાં ૦-૫ વર્ષની ઉંમરના ૩૧૨૦, ૫-૧૮ વર્ષના ૪૧૧ બાળકો સામેલ હતા.

(10:13 am IST)